________________
ભાષાંતર.
રીતે થયેલ પૂજાથી સુશોભિત, ઉપર ધારણ કરાતા ઉંચા પ્રકારના છત્રત્રયથી અધિક દેદીપ્યમાન રાજપુત્રના હાથમાં રહેલ બે ચામરથી અલંકૃત, દિવ્ય વાજીંત્રોને નાદ કરનારા એવા નગરવાસી
(થી) પોતાના કલ્યાણની અભિવૃદ્ધિને માટે પગલે પગલે પૂજ્યમાન, કીતિ ગાનારાઓને અને વિશેષતાથી દીનજનેને હર્ષપૂર્વક દાન દેતા એવા અગ્રગામી પુરૂષથી અદ્દભુત, સર્વજ્ઞના શાસનને ઉઘાત કરવાવાળા એવા રાજા, મંત્રી અને આચાર્ય પ્રમુખ મુખ્ય પુરૂએ જેને મહોત્સવ કરેલ છે એવી, જગજીના મરથ પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન અને અગરૂ, કપૂર અને ધૂપથી જેણે ચારે બાજુના પ્રદેશને સુગંધમય કરી દીધા છે એવા મહારથ પર બિરાજમાન કરીને સંખ્યાબંધ સુંદરીઓ જેના ગુણ ગાઈ રહી છે, એવી નિંદ્રપ્રભુની મૂર્તિ સર્વ પ્રાણીઓની શાંતિને અર્થે રાજા અને પ્રધાન વિગેરેના ઘરમાં ફેરવે છે. માર્ગમાં બે વૃષભથી પ્રેરિત એવો આ રથ રસ્તે ચાલતાં પૂર્વ પુણ્યના પ્રભાવથી જેને ઘેર જાય, તે દિવસે તે ભવ્ય જીવે પોતાને ધન્ય માનીને ત્યાંજ તેની સ્થાપના કરવી અને સર્વ પ્રકારની પૂજાની સામગ્રી લઈ ભક્તિપૂર્વક તેની પૂજા કરવી તથા ફલ, તાંબૂલ, વસ્ત્ર, ચંદન અને ભેજન વિગેરેથી તે મને હાનુભાવે શ્રી શ્રમણસંઘની અધિક અધિક ભક્તિ કરવી અને તેમાં પણ શુદ્ધ વસ્ત્ર તથા અશન પાન વિગેરેથી ગુરૂમહારાઓની વિશેષ પ્રકારે ભક્તિ કરવી. કારણ કે ગુરૂમહારાજને વેગ તે માનવજન્મમાંજ થાય છે. તેમજ આસ્તિક જનનું મુક્તિદાયક વાત્સલ્ય કરવું, તથા પિતાના ઘરની સ્થિતિ પ્રમાણે દીનજનોને ધન વિગેરેનું પણ દાન આપવું, આવા પ્રકારનો મહોત્સવ ચાલે છે, તેવામાં દશપૂર્વ ધર અને યુગપ્રધાન એવા શ્રી આર્યસુહસ્તિ આચાર્ય પણ ત્યાં પધાર્યા. તેજ વખતે શ્રી સંઘે તેમને માનપૂર્વક બોલાવ્યા. એટલે તેઓ રથયાત્રા- મહોત્સવમાં આગળ આગળ ચાલતા હતા. કારણ કે ગુરૂ એ સન્માર્ગને બતાવનારા હોય છે. હવે રથ જ્યારે રાજમંદિરના આંગણે આગળ આવ્યા, ત્યારે ગવાક્ષમાં બેઠેલ રાજા દૂરથી ગુરૂમહારાજને જોઈને વિચાર કરવા લાગ્યો-“મારા મનસા
રાજમાદાર એ સમાજમાં આગળ