________________
સમ્યક કૌમુદી
ક્ષેત્ર છે. તે ભરતક્ષેત્રમાં સ્વર્ગસમાન જેમાં પ્રદેશ આવેલા છે, અનેક પ્રકારની વિદ્યાકળાથી અદભુત અને વસુધાનું એક શિરેભૂષણરૂપ એ ગાડ નામને પ્રખ્યાત દેશ છે. ત્યાં પર્વતને પણ હીન બનાવી દે એવા મેટા મંદિરેથી વિભૂષિત અને વસુંધરાનું એક સ્વસ્તિકરૂપ એવું પાટલીપુર નામે નગર હતું. જેની અંદર અને બહાર ગંગાના તરંગો જેવી ઉજવલ, ગગનસ્પશી અને દ્રષ્ટાની દષ્ટિને આનંદ આપનાર રમણીયતાવાળી એવી જિનમંદિરોની શ્રેણીઓ શ્રેણીબંધ જિનચે ) બિરાજમાન છે. જે પાડેલવૃક્ષને સ્થાને આ પવિત્ર નગર વસેલું છે અને જ્યાં ધર્મસાધન અવિચ્છિન્ન થયા કરે છે, તે પાડલવૃક્ષના પ્રાણીઓ એકાવતારી કેમ ન થાય? તે નગરમાં શત્રુઓને પરાજિત કરનાર, ભરતક્ષેત્રના ત્રણ ખંડમાં પિતાની અખંડ આજ્ઞાને પ્રવર્તાવનાર કૃતજ્ઞ પુરમાં. શિરેમણિ, જૈનધર્મરૂપ સમુદ્રને ઉલ્લસિત કરવામાં ચંદ્રમા સમાન અને પોતાની સમૃદ્ધિથી સ્વપતિને પણ દાસ તુલ્ય કરનાર એવો સંપ્રતિ નામે રાજા હતા. જે રાજાએ આત્મિકેપગ વિના કરેલ સામાયિકથી અહા ! જગતને વિસ્મય પમાડનાર એવું ભરતના ત્રણ ખંડનું ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું હતું. કહ્યું છે કે – " किं भणिमो महिमाए, जिणिंदधम्मे अवत्त सामइए । મરદ્ધવરંતુનગો, નાગો સંપરૂપિત્તિ” III
અહો! જિનેંદ્ર પ્રભુના ધર્મના મહિમાની અમે કેટલી સ્તુતિ કરીએ ! જે ધર્મના પ્રભાવે દ્રમક અવ્યક્ત સામાયિક કરીને પણ ભરતાને સ્વામી સંપતિ નામે નરેંદ્ર થયો.”
તે રાજા રાજ્ય કરતાં એક દિવસે ઉજજયિની નગરીએ ગયે. કારણ કે રાજાઓ પોતાના રાજ્યમાં કઈ વખત સ્વેચ્છાથી ગમે ત્યાં સ્થિતિ કરે છે. તે અવસરે ત્યાં નિર્મલ ભક્તિધારક શ્રી સંઘમાં જીવંત સ્વામીની પ્રતિમાના રથયાત્રાને મહોત્સવ વસ્તી રહ્યો હતો. ત્યાં ભદ્રપીઠિકા પર વિરાજિત, સર્વ પ્રકારના અલકારોથી શોભાયમાન, વિવિધ