SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર. ,, આ રાજ્યના આપ સ્વીકાર કરી, કે જેથી હું સ્વામિન્ ! આપના ઉપકારરૂપ ઋણથી હું પણુ કાંઈક મુક્ત થઉં. પ્રાણીપર પ્રથમ નિહેતુક ઉપકાર કરનારના બદલામાં જો સામે માણસ પ્રત્યુપકાર કરવા જાય, તા પણ પૂર્વોપકારના કાટીભાગ જેટલા પણ ખદલા વળી શક્તા નથી. જે પૂર્વે ઉપકાર કરે છે તે ધન્ય છે, કરેલ ઉપકારને જે જાણે તે પણ ધન્ય છે અને જે પ્રત્યુપકાર કરે છે તે પણ ધન્ય છે—આ ત્રણે પ્રકારના પુરૂષા ઉત્તમ સમજવા, આ પ્રમાણે રાજાનું કથન સાંભળીને ગુરૂમહારાજ કહેવા લાગ્યા:— કૃતજ્ઞ પુરૂષામાં મુગટ સમાન એવા હે રાજન ! અમે સાવદ્ય વ્યાપારના સર્વથા ત્યાગ કરેલા છે, તે રાજ્યસ`પદાથી અમારે શુ પ્રયેાજન છે ? ” રાજાનું અસાધારણુ દાય અને ગુરૂમહારાજની ઉત્કૃષ્ટ નિ:સ`ગતા—એ અને તે વખતે પરમ સીમાને પામ્યા. “ મારે રાજ્યનું તે પ્રયેાજન નથીજ પરંતુ હે રાજન ! તું સમ્યગ્ધ ના આશ્રય કરીને ભરતેશની જેમ જિનેન્દ્રશાસનના પ્રભાવક થા. ત્યારપછી રાજાની ધર્મજિજ્ઞાસા જાણીને ગુરૂમહારાજ તેની આગળ માહુના નાશ કરવાવાળી ત્યાં આ પ્રમાણે ધર્મ દેશના દેવા લાગ્યા:— "2 ܕ છ “ આ સંસારમાં ભમતા ભવ્ય પ્રાણી અકામ નિરાના ચાગે સાત કર્મોની કાટાનુકાટી સાગરોપમ જેટલી સ્થિતિને વારવાર અપાવીને સમસ્ત સુખના ભંડાર એવા જિનેન્દ્રાક્ત ધર્મ, ચિંતામણિ રત્નની જેમ પ્રાય: કર્મ લાઘવથીજ પ્રાપ્ત કરી શકે છે. કલ્પવૃક્ષ સમાન ધર્માનું સમ્યગ્રીતે ભાવથી જો આરાધન કર્યું હાય, તેા તે ભવ્ય જીવાને આ લેાકસબંધી અને પરલેાકસંબધી સંપત્તિ મેળવી આપવામાં એક સાક્ષીતુલ્ય છે. તે શ્રી ધર્મરત્નના મહિમાનુ યથા વર્ણનજ કેમ થઇ શકે ? કારણ કે જે એક લીલામાત્રમાં પ્રાણીઓને ભુક્તિ ( સાંસારિક સુખ ) અને મુક્તિ મને આપે છે, તે ધર્મરૂપ વૃક્ષનું, સ ંસાર્સમુદ્રના કિનારા સમાન એવુ તત્ત્વદ્ધાન લક્ષણવાળુ જે સમ્યક્ત્વ, તેને તીર્થંકરાએ મૂળતુલ્ય કહેલ છે. કહ્યું છે કેઃ— 46 धम्मस्स होइ मूलं सम्मत्तं सव्वदोस परिमुकं । तं पुण विसुद्धदेवा - सव्वसद्दहणपरिणामो ॥१॥
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy