________________
સમ્યકત્વ કૌમુદી
સર્વ પ્રાણુઓ માટે કરૂણાના સાગર સમાન શ્રીગુરૂમહારાજાઓ જયવંતા વન્ત, જેમની ભક્તિ કલ્પલતાની જેમ સર્વ સંપત્તિને પ્રગટ કરે છે.
જિનેશ્વર દેવ, સુસાધુ ગુરૂ અને તેમને દર્શાવેલ ધર્મ આ રત્નત્રયી સર્વ પ્રાણુઓને કલ્યાણકારી હોવાથી જયવંત વર્તો.
સંસારસમુદ્રમાં ભ્રમણ કરતાં રત્નદ્વીપ સમાન આ મનુષ્ય જન્મ પામીને ઈષ્ટસિદ્ધિને માટે ડાહ્યા માણસે ધર્મરૂપ ચિંતામણિ રત્નને સંગ્રહ કરી લે ઉચિત છે. કહ્યું છે કે – "भवकोटीदुष्पापामवाप्य नृभवादिसकलसामग्रीम् । માનનિધિયાનપાત્રે, ધ યત્નઃ સ ાઃ ” I
કડે ભવ ભમતાં પણ દુર્લભ એવો મનુષ્યભવ વિગેરે સર્વ સામગ્રી મેળવીને સંસારસાગરમાં નાવ સમાન એવા ધર્મ માટે સદાય પ્રયત્ન કરો.”
સર્વ આપદાઓ આવતાં પણ નિર્ભય રાખનાર એવો ધર્મ તે ખરેખર સૂર્ય સમાન છે, તેમજ જગજીને અભીષ્ટ સિદ્ધિ આપવામાં તે કલ્પવૃક્ષ સમાન છે. જેણે સમુદ્રનું પણ શેષણ કરી નાખ્યું પાન કરી ગયા એવા અગત્યઋષિ જેવા મહર્ષિએ પણ પાપરૂપ સમુદ્રનું શોષણ કરવાને ધર્મનીજ ચાહના કરે છે. જેઓ આખી વસુધાને ત્રણમુક્ત કરવા સમર્થ છે એવા રાજાઓ પણ ધમરૂપ સ્વામીને આશ્રય કરવાથીજ કર્મરૂપ ત્રણથી મુક્ત થાય છે.
સર્વધર્મ અને દેશધર્મ” એમ બે પ્રકારે જિનેશ્વરેએ તે ધર્મનું સ્વરૂપ કહેલ છે. સર્વધર્મ સાધુઓને માટે અને દેશધર્મ ગૃહસ્થને માટે ઉચિત છે. જેમ વૃક્ષોનું મૂળ કંદ (આઘાંકુર) અને રત્નનું ઉત્પત્તિસ્થાન જેમ રેહણાચલ છે, તેમ એ બંને પ્રકારના ધર્મનું મૂળ સમ્યક્ત્વ કહેલ છે. અનંત પુદ્ગલ પરાવર્તનસુધી સંસારસમુદ્રમાં ભમી ભમીને કેટાનુકેટી સાગરેપમથી આઠ કર્મોની શેષ (એક કેટાનકોટી) સ્થિતિ કરીને અર્ધ પુંગલ પરા