________________
ભાષાંતર.
૧૨૫
પામી શકતો નથી. તેમના કહેલ વચનમાં આસ્થા રાખવી, તેમના ચરણે બૃહદવંદના કરવી, તેમને શરીર શુશ્રુષા વિગેરેથી વિનય સાચવ, તેમને ઉચિત વસ્તુ આપવી, તેમને નમસ્કાર કરો અને તેમના ગુણ ગ્રહણ કરવામાં પ્રીતિ રાખવી-ઈત્યાદિ પ્રકારથી ગુરૂભક્તિ થાય છે. ગુરૂભક્તિના પ્રભાવથી જગતને આનંદકારી અને મેક્ષના એક કારણરૂપ એવી તીર્થંકરપદની ઋદ્ધિ પ્રાપ્ત થાય છે. વયથી, દિક્ષાપાયથી અને સિદ્ધાંતથી એ ત્રણ પ્રકારે જેઓ અધિક હેય તે સ્થવિર કહેલા છે, અથવા ધર્મકાર્યમાં સીદાતા મને સ્થિર કરનારા પણ સ્થવિર સમજવા. અને જેઓ જ્ઞાન, ક્રિયામાં સદા તત્પર હોય, તેમને તત્ત્વતઃ યતિ કહેલા છે. કિયાથી અધિક શ્રાવક યા માતપિતા–એમની સેવા, ભક્ત પાનાદિકનું દાન, સન્માન અને શૈરવથી પંચમપદમાં તીર્થકર કર્મના કારણભૂત એવી ભક્તિ કરવી. જેઓ ઘણા શાસ્ત્રોમાં કુશળ હોય અને જિનાગમમાં વિશેષ રીતે કુશળ હોય, વિશુદ્ધ આચારને ધારણ કરનારા હોય, કોણ બીજાદિક બુદ્ધિથી પ્રખ્યાત હોય અને જેઓ જ્ઞાનદાનમાં સદા તત્પર મનવાળા હોય તેમને બહુશ્રુત કહેલા છે. તેમની ષષ્ટ સ્થાનકમાં વિશુદ્ધ આશયપૂર્વક ભક્તિ કરવી. જેઓ મહાસત્ત્વવંત અને ક્ષમાવંત હોય તથા છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે દુષ્કર એવા બાર પ્રકારના તપમાં સદાસ્થિત હોય, એવા તપસ્વીઓની ભક્ત, પાન અને ઔષધાદિકથી તથા શુશ્રુષા વિગેરેથી સાતમા સ્થાનકમાં ભક્તિ કરવી. આઠમાં સ્થાનકમાં શ્રુતાભ્યાસ કરવાથી અતિશય નિર્જરાના કારણભૂત એ નિરંતર જ્ઞાને પાગ કર. નવમા સ્થાનકમાં સવેગાદિ ગુણોથી યુક્ત અને શંકા, કાંક્ષાદિ દોષવજિત એવું સમ્યકત્વ વિશેષરીતે પાળવું. દશમા સ્થાનકમાં જેમ વર્ણમાં
કાર અને ધ્યેયમાં જ્ઞાનમય આત્મા તેમ ગુણામાં મુખ્ય એ વિનય ધારણ કરે. અગીયારમા સ્થાનકમાં સર્વ કર્મના ક્ષયને માટે પ્રરૂપેલ એવું સામાયિકાદિ છ પ્રકારનું આવશ્યક કરવું. બારમાં