________________
૧૨૪
સમ્યકત્વ કૌમુદીસતી એમાનું વૃત્તાંત
અનંતગણ અધિક અને મેક્ષિપર્યત સુખ આપનારી કહેલ છે. આ અર્હસ્પંદનું સમ્યગ રીતે આરાધના કરવાથી શ્રીમાન મગધેશ્વર શ્રેણિકરાજા આવતી ચોવીશીમાં પદ્મનાભનામના પ્રથમ તીર્થકર થવાના છે. જેમને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ–એ ચતુષ્ટય સિદ્ધ થયેલ છે, જેઓ એકત્રીશ ગુણેથી યુક્ત છે અને જેમની લેકના અગ્રભાગે સ્થિતિ છે, તેમના ધ્યાન અને પ્રતિમાના અર્ચનથી તથા સ્વરૂપના સમાવેશપૂર્વક તેમના નમસ્કાર જાપથી ભક્તિ કરવી તે બીજું સ્થાનક છે. એ સ્થાનકમાં સિદ્ધાની આકૃતિ કરવાથી, તેમની તીર્થ ભૂમિને વંદન કરવાથી અને સિદ્ધાચળ, ગિરનાર વિગેરે તીર્થ યાત્રા તથા અર્ચનથી કરવામાં આવેલ સિદ્ધ ભગવંતની ગુણગર્ભિત સ્વલ્પ ભક્તિ પણ તીર્થંકરપદ આપે છે. તેમાં કેઈ જાતની વિચારણા કરવાની નથી. ત્રીજા સ્થાનકમાં પ્રવચન એટલે ચતુર્વિધ સંઘ કહેવાય, તેની વંદના, આસનાદિક આપીને વિનય, અને ફળ, તાંબૂલ તથા વસ્ત્રાદિકથી વિશેષત: ભક્તિ કરવી. કહ્યું છે કે – “દત્તકૂવામ-નેનચંદ્ર છે
श्रीसंघः पूजितो येन, तेन प्राप्तं जनुष्फलम्" ॥ १ ॥
જે પ્રાણીએ ફળ, તાંબૂલ, વસ્ત્ર, ભેજન, ચંદન તથા કુસુમાદિકથી શ્રી સંઘની પૂજા કરી છે, તેણે મનુષ્યજન્મનું ફળ મેળવ્યું એમ સમજવું.” આ જગતમાં જિનેંદ્ર સમાન અન્ય દેવ નથી, સુસાધુસમાન અન્ય ગુરૂ નથી અને શ્રીસંઘસમાન અપર પુણ્ય નથી. જે સંઘની ભક્તિ કરવાથી તીર્થંકરપદ વિગેરેની પ્રાપ્તિનું મુખ્ય ફળ કહેલ છે એવા શ્રીસંઘની ભકિતનું માહાભ્ય કેણ કહી શકે? ચેથા સ્થાનકમાં સમ્યગ રીતે ગુરૂની ભક્તિ કરવામાં આવે છે. જે પંચાચારને પાળે તેજ ગુરૂ સમજવા. જેમાં એક તરફ વિવિધ તપ અને એક તરફ શીળ પાળવું સમાન છે, તેમ એક તરફ સર્વ ધર્મ અને એક તરફ ગુરૂભક્તિ સમજવી. ગુણવંત જનેમાં પણ ઉત્કૃષ્ટ એવા ક્રિયાકાંડને આચરતાં પણ ગુરૂ આજ્ઞા આરાધ્યાવિના પ્રાણું સિદ્ધિ