________________
ભાષાંતર
૧૦)
તેં જે કહ્યું, તે સત્યજ છે એમ અમે માનીએ છીએ. કારણ કે જગતમાં અદ્ધર્મનું માહાત્મ્ય અદ્ભુત છે. એ ધર્મના પ્રભાવથી પ્રાણીઓનાં દુઃખો તરત દૂર થઈ જાય છે અને સુખ અતિશય વૃદ્ધિ પામે છે તથા દેવતાઓ પણ તેમને સહાય કરે છે.” આ સાંભળતાં સાક્ષાત પાપલતા એવી કુંદલતા બોલી કે – “આ સંબંધમાં મારા મનમાં વિશ્વાસ બેસતું નથી. કારણ કે કપટધર્મમાં એક ધૂર્ત એવી મિત્રશ્રીએ આ બધું કાલ્પનિક બુદ્ધિથી કહ્યું છે.” આથી રાજા વિગેરે વિચારવા લાગ્યા કે – “અહા! આ દુરાત્માની પ્રાય: સત્ય વસ્તુમાં પણ કેટલી બધી અશ્રદ્ધા છે. ગુણરૂપ માણિક્યથી પરિપૂર્ણ અને સત્યવાદી એવા સજજનમાં પણ નીચ જને પ્રાયઃ કેવળ દેષજ જુએ છે. કહ્યું કે – " दोषमेव समादत्ते न गुणं निर्गुणो जनः
ના સ્તનg, રવિવતિ નામૃત” છે ? . અહો નીચ (નિર્ગુણ) જન પ્રાયઃ દેષને જ ગ્રહણ કરે છે, ગુણને ગ્રહણ કરતું નથી. કારણ કે સ્તનપર ચેટેલી જળ માત્ર તેમાંના રક્તને પીએ છે, પણ તે દૂધનું પાન કરતી નથી.”
હે ભવ્ય જને! મિત્રશ્રીએ કહેલ સમ્યકત્વના માહાભ્યને વધારનારૂં એવું આ ચરિત્ર સાંભળીને સમ્યકત્વના લાભને ભજો. તે વખતે મંત્રી સહિત શ્રેણિક રાજા પણ જગતને ઉદયના કારણરૂપ અને નિદોષ એવા સમ્યકત્વના પ્રભાવને સાંભળીને મનસ્તાપને દૂર કરી અતિશય હર્ષ પામે.
॥ इति श्रीतपागच्छनायकश्रीसामसुंदरसूरि श्रीमुनिसुंदर सूरिश्रीजयचंद्रमुरिशिष्यैः पंडितजिनहर्षगणिभिः कृतायां सम्यत्वकौमुदोकथायां तृतीयः प्रस्तावः ।