________________
૧૦૬
સમ્યવ કૌમુદી-વૃષભ શેઠનું વૃતાંત.
આ પ્રમાણે સાંભળીને જાગ્રત વૈરાગ્યના રંગવાળા એવા ઇષભષીએ પોતાના પુયસાર નામના પુત્રને ગ્રહભાર સેંપીને અને દાનથી લક્ષ્મીને સફળ કરીને ઘણા વણિકજ સહિત પિતાની પત્ની સાથે તેણે સર્વનું રક્ષણ કરનારી એવી આહતી દીક્ષા અંગીકાર કરી, તે વખતે સમ્યગ રીતે તત્ત્વની સ્થિતિને જાણીને રાજાએ સમ્યકત્વના આરેપથી સુશોભિત એવા બાર વ્રત વિધિપૂર્વક અંગીકાર કર્યો, અને બીજા નગરવાસીઓએ પણ યથારૂચિ સમ્યકત્વ, અણુવ્રતાદિક, તથા પૂજા વિગેરેના નિયમો લીધા. તે સ્વામિન! આ બધું પ્રત્યક્ષ જોઈને મેં પણ ગુરૂની પાસે મુક્તિના કારણરૂપ એવું નિશ્ચલ સમ્યકત્વ સ્વીકાર્યું. તે વખતે ચારિત્ર સંપત્તિને પ્રાપ્ત થયેલા એવા ષભશ્રેણી પ્રમુખને મુનિમહારાજે દ્રાક્ષના જેવી મધુર આ પ્રમાણે શિક્ષા આપી:–“આ સંસારમાં જે વસ્તુઓ પ્રાણીએને સુખકર લાગે છે, તેને યુતિથી વિચાર કરતાં તે બધી દુ:ખરૂપ ભાસે છે. કહ્યું છે કે – " भोगे रोगभयं मुखे क्षयभयं वित्तेऽनिभूभृद्भयं, 'दास्ये स्वामिभयं जये रिपुभयं वंशे कलंकाद्भयम् । माने म्लानिभयं गुणे खलभयं काये कृतांताद्भयं, सर्व नाम भयं भवेदिदमहो चारित्रमेवाभयम् " ॥१॥ ભેગમાં શગને ભય, સુખમાં તે ક્ષય થઈ જવાને ભય, વિત્ત (ધન) માં અગ્નિ અને રાજાને ભય, દાસ્યમાં સ્વામીને ભય, જ્યમાં રિપુ ભય, વંશમાં કલંકને ભય, માનમાં ગ્લાનિ (હીનતા) નો ભય, ગુણમાં દુર્જનને ભય અને શરીરમાં યમને ભય–અહે! આ બધું ભયાન્વિત જ છે. માત્ર એક ચારિત્રજ અભય (ભયરહિત) છે.” તમે મહાભાગ્યથી આ પંચ મહાવ્રત પામ્યા છે, માટે ૨ક્ષિતા અને પિતાની જેમ તે યત્નપૂર્વક પાળવા.” - આ પ્રમાણે મિત્રશ્રીએ પોતાના સમ્યકત્વનું કારણ કહ્યું, એટલે અહતહાસ અને તેની અન્ય પ્રિયાએ મધુરસ્વરે કહ્યું કે-“હે ભદ્ર!