________________
સમ્યકત્વ કૌમુદી-વૃષભ શેઠનું વૃતાંત..
જેવી બંધુશ્રી નામની પત્ની હતી. અને તે દંપતીને સુવર્ણ સમાન કાંતિવાળી એવી કનકશ્રી નામે સુતા હતી. એક દિવસ જિનદત્તાએ તેમને ઘેર જઈને પિતાના પતિને માટે કનકશ્રીની યાચના કરી. એટલે તેમણે કહ્યું કે;–“તારી ઉપર આ કેમ આપી શકાય? સ્ત્રીઓને દરિદ્રની સાથે સંયોગ અથવા તો કમાયવસ્થા સારી, પરંતુ સપત્નીની સાથે સહવાસ તેમને કઈ રીતે શ્રેયસ્કર થતો નથી, સપત્નીપણાને પ્રાપ્ત થયેલી એવી સ્ત્રી કુલીન કે ધર્મ હોય, છતાં તે સ્વ૮૫ કાર્યમાં પણ પ્રાય: અન્ય ઉપર દ્રહ કરે છે.” આથી જિનદત્તાએ પણ તેમને સભ્યતાપૂર્વક આ પ્રમાણે કહ્યું: “દેવ પૂજાજિક કાર્યોમાં તથા જનાવસરે મારે પતિની પાસે આવવું, અન્યત્ર કયાંય પણ નહિ. કારણ કે વિરક્ત સ્ત્રીએ પણ પતિમાં સદ્ધર્મગૌરવ વધે તેમ કરવું. મેં પૂર્વે ભેગ ભેગવ્યા, શરીરનું સુખ અનુભવ્યું, ગૃહકાર્યો કર્યો અને હવે તે તે અવસ્થા પણ ચાલી ગઈ, માટે જિનભગવંતે કહેલ ધર્મ કરજ મારે ઉચિત છે. આ સંબંધમાં દેવ, ગુરૂની આજ્ઞા જ મને એક અવધિ (મર્યાદા) રૂપ થાઓ.” આ પ્રમાણે વિશ્વાસ પામતાં તેમણે પોતાની પુત્રી આપી અને શ્રેષ્ઠીઓ ઉત્સવપૂર્વક વિધિથી તેનું પાણિગ્રહણ કર્યું. પછી ગૃહાદિક કાર્યથી નિશ્ચિંત થઈને શ્રેણીની સાથે પચેંદ્રિયના સુખમાં નિમગ્ન થઈ હેમશ્રીએ કેટલેક કાળ વ્યતીત કર્યો. સંસારની તૃષ્ણાથી વિરકત આશયવાળી અને સદ્ધર્મથી ભાવિત એવી જિનદત્તા તે (હેમશ્રી) ના મનની અનુકૂળતા પ્રમાણે કરતી સુખે દિવસ ગાળતી હતી. કહ્યું છે કે –
સર્વસંવરિત્યા-જાપાર યુવમ્ | तृष्णाप्रपंचतो नान्यो, घोरो नरक उच्यते " ॥१॥
કહેવાય છે કે સર્વ સંગના ત્યાગ કરતાં બીજું પરમ સુખ નથી અને તૃષ્ણાપ્રપંચ કરતાં અન્ય ભયંકર નરક નથી.”
હવે પુણ્યના યોગથી હેમશ્રી અનુક્રમે સગર્ભા થઈ. એટલે બધું ઘર ઉત્સવશ્રેણની સાથે સજીવન થયું (શોભવા લાગ્યું.)