SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર. પછી પ્રશસ્ત પ્રભાવી એ તેને ગર્ભ જેમ જેમ વધતો ગયો તેમ તેમ શ્રેણીના હૃદયમાં અતિશય આનંદ ઉછળવા લાગ્યું. તે પ્રતિદિન પાત્રને સર્વાર્થ સાધક એવું દાન અને દીનાદિ પ્રાણીઓને સુખકારી એવું ભેજન આપવા લાગ્યો. તે અવસરે હેમશ્રી પણ આનંદિત થઈને પિતૃભગિની (ફઈ) ના ચરણની સેવા, નણંદને બહુમાન, બંદીવાનેને છોડાવવા વિગેરે પુણ્ય કૃત્યે, નિરંતર સંઘ (સ્વામી) વાત્સલ્ય, જિન પ્રતિમાઓની પૂજા અને ચિત્યમાં પ્રદીપ વિગેરે કાર્યો અધિક અધિક કરવા લાગી. આ પ્રમાણે પુણ્યના પ્રભાવ પૂર્વક તેણે પુત્રરત્નને જન્મ આપે, એટલે શ્રેષ્ઠીએ ઘરે અનેક પ્રકારના ઉત્સવ કરાવ્યા પછી અથી જનેને પ્રિય એવો તે બાલક, પ્રસન્ન થયેલા એવા બંધુઓએ મળીને રાખેલ પુણ્યસાર એવા યથાર્થ નામથી જગતમાં પ્રસિદ્ધ થયે. શ્રેષ્ઠી જેમ ધર્મકર્મથી ધર્મવંત જનમાં અગ્રેસર હતું, તેમ ચિંતાને દૂર કરનાર એવા તે પુત્રથી તે પુત્રવતેમાં અગ્રેસર થયે. હવે મુનિચર્યા કરવાને ઈચ્છતો એ અનુપમ સંગી જેમ વિષયેથી વિરકત થાય, તેમ સંસારની સ્થિતિને જાણનાર એ વૃષભશેઠ વિષયેથી વિરકત થઈ ગયે. એટલે જિનદત્તા પણ નિષ્કપટ બુદ્ધિથી પોતાના પતિને એક સાધર્મિક સમાન માનતી, તેને નિરતર પુણ્યકર્મમાં સહાયતા આપવા લાગી. સપત્નીપણાથી તેના પ્રત્યે અદેખાઈને ધારણ કરતી એવી હેમશ્રી એકદા પિતાને ઘેર ગઈ, ત્યાં માતાએ તેને એકાંતમાં આ પ્રમાણે પૂછયું-“હે ભદ્ર! પતિને ઘેર મનને સદા સંતોષ આપે તેવું સર્વ પ્રકારનું હે સુંદરી! તને સુખ છે કે નહિ?” એટલે સંધ્યાકાળની કમલિનીની જેમ પ્લાન મુખવાળી એવી તે ક્ષણભર રૂદન કરીને કેપસહિત માતાને સગગઃ કહેવા લાગી:–“જ્યાં સપત્નીએ ભેગ ભેગવ્યા એવા આ ભત્તરને પોતે આપીને સમાધિ અને સુખના સંગને જાણતી છતાં મને શું પૂછે છે? વિષયસુખ તે દૂર રહો, પણ તેણે ધર્મના મિષથી આકૃષ્ટ મનવાળો એવો તે મારી સાથે નર્મ (હાસ્યજનક) વચન સુદ્ધાં બેલ ૧૩
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy