________________
- ભાષાંતર.
"रोगेऽप्यंगविभूषणद्युतिरियं शोकेऽपि लोकस्थितिदारिद्रयेऽपि गृहं वयःपरिणतावप्यंगनासेवनम् । येनान्योन्यविरुद्धमेतदखिलं जानन् जनः कार्यते, सोऽयं सर्वजगज्जयी विजयते व्यामोहमल्लो महान् " ॥१॥
રેગમાં પણ અંગ વિભૂષણથી કાંતિ વધારવી, શેકમાં પણ લોકમર્યાદા સાચવવી, દરિદ્રાવસ્થામાં પણ ઘર માંડવું અને વૃદ્ધાવસ્થામાં પણ અંગનાને સંગ કરે–આ બધું અન્ય વિરૂદ્ધ છતાં જે જાણતા એવા લેક પાસે કરાવે છે, તે સર્વ જગતને જીત તો એ વ્યામોહ રૂપ મહામત્ર વિજયવંત વર્તે છે.” આ સાંભળી જિનદત્તા બોલી કે –“હે દેવ! રાગના આવેશથી જે વિષયે અત્યંત સેવવામાં આવે, તે જગમાં હાસ્ય થાય છે. સંતાનને માટે પાણિગ્રહણ કરવામાં આવે, તો તે સંતાનની પ્રાપ્તિ થતાં, શોભા, ધર્મ અને કુળદિકની સર્વત્ર વૃદ્ધિ થાય છે.”
એવા અવસરમાં નિમિત્તજ્ઞાનમાં કુશળ અને જાણે તેના પુયથી પ્રેરિત થયો હોય એવો કોઈ સિદ્ધપુત્ર તેને ઘેર આવે. ઉચિત સાચવવામાં તત્પર એવી તે જિનદત્તાએ તેની સારી સરભરા કરીને ષસયુક્ત ભેજનથી તેને વિશેષથી સંતુષ્ટ કર્યો. પછી તેણે તેને આ પ્રમાણે પૂછ્યું કે;–“હે મહામત ! આ શ્રેષ્ઠીને લક્ષ્મીને સ્વામી એ પુત્ર થશે કે નહિં તે મહેરબાની કરીને મને કહો.” એટલે નિમિત્તજ્ઞ બે કે –“હે ભદ્ર! એ શ્રેષ્ઠીને ઘેર નવી સ્ત્રીથી ભદ્રગજ સમાન એવો પુત્ર અવશ્ય થશે.” આ પ્રમાણે તેનું વચન સાંભળીને પછી પ્રફુલ્લિત મુખકમળવાળી એવી તેણે બલાત્કારથી પાણિગ્રહણને મહોત્સવ શ્રેષ્ટી પાસે કબૂલ રખાવ્યું. પછી શ્રેણીએ તેને ઈષ્ટ વસ્તુ આપવાથી આનંદ પમાડીને તરત વિસર્જન કયે. કારણ કે દાનમાં પણ એક પ્રકારનો રસ રહેલો છે.
હવે ત્યાં ગુણવતાને માન્ય અને સદાચારમાં પરાયણ એવા જિનદેવ નામે વણિક રહેતો હતો. તેને પૃથ્વીપર દેહધારી રતિના