________________
ભાષાંતર.
મન, વચન અને કાયાની શુદ્ધિ તે સમ્યકત્વને શોભાવનારી છે. તેમાં જિન અને જિનમત વિના અન્યને અસાર (મિથ્યા) માને તે પ્રથમ મન:શુદ્ધિ, તીર્થંકર પ્રભુના ચરણની આરાધના કરતાં પણ જે મારું કાર્ય સિદ્ધ ન થાય, તે અન્ય દેવ વિશેષની શું પ્રાર્થના કરવી? એમ કહેવું, તે વચનશુદ્ધિ, છેદતાં, ભેદતાં, પીલાતાં, કે બળતાં પણ જે જિન વિના અન્ય દેવને ન નમે, તે કાયશુદ્ધિ.” તથા શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાષ્ટિપ્રશંસા અને મિથ્યાષ્ટિસંસર્ગ–એ સમ્યક
ત્વનાં પાંચ દૂષણો છે, માટે તે યત્નપૂર્વક ત્યાગ કરવા લાયક છે. વળી વાદી અને નૈમિત્તિકાદિક જે આઠ પ્રભાવક કહેલા છે, તે સમ્યકત્વને પ્રકાશવાના હેતુભૂત એવા તેમની સદા ભક્તિ કરવી. કહ્યું છે કે – " पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी उ । विज्जासिद्धो अ कई, अटेव पभावगा भणिया " ॥१॥
સિદ્ધાંત, ધર્મકથક, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્વાન, સિદ્ધ અને કવિ-એ આઠ પ્રભાવક કહ્યા છે.” શમ, સંવેગ, નિર્વેદ, દયા અને આસ્તિકતા–એ પાંચ લક્ષણ કહ્યા છે, કે જેથી અંતર્ગત સમ્યકત્વ ઓળખી શકાય છે. આહંત ધર્મમાં સ્વૈર્ય, પ્રભાવના, અંતરંગભક્તિ, કુશલતા અને યથાશક્તિ તીર્થયાત્રાએ પાંચ સમ્યકત્વના ભૂષણ છે. અન્ય મતના દેવ વિગેરેને વંદનાદિક કિયાનો ત્યાગ કરવાથી સમ્યગ્દષ્ટિની શુદ્ધિ કરનારી એવી છ પ્રકારની યુતના કરવી. કહ્યું છે કે – " परतित्थीणं तद्देवयाण, तग्गहियचेइयाणं च । जं छविहववहारं, न कुणइ सा छव्विहा जयणा" ॥१॥ वंदण नमसणं वा, दाणाणुपयाणु तेसि वज्जेइ । आलावं संलावं, पुन्चमणालत्तगो न कुणइ" ॥२॥
પરતીથીએ, તેમના દેવ અને તેમણે સ્વાધીને કરેલા ચિત્ય સાથે જે છ પ્રકારને વ્યવહાર ન કરે તે છ જયણ–યતના કહેવાય છે. એટલે તેમને વંદન, નમસ્કાર, દાન અને અનુપ્રદાન