________________
૯૦ સમ્યકત્વ કૌમુદી–સમ્યકત્વના સડસઠ ભેદનું વર્ણન. ધર્મસાધનમાં અનરાગ અને જિનાદિકમાં વૈયાવચ્ચ-સમ્યકત્વના એ ત્રણ લિંગ કહેલા છે. કહ્યું છે કે – "परमत्थसंथवो खलु, सुमुणियपरमत्थजइजणनिसेवा
वावन्नकुदिहीण य, वज्जणमिह चउर सद्दहणं" ॥१॥ " परमागमसुस्सूसा, अणुराओ धम्मसाहणे परमो ।
નાગુવાવ, નિયમો સમર્ટિકારૂં” શા.
પરમાર્થ-તત્વાર્થને સંસ્તવ, પરમાર્થને સારી રીતે જાણુનારા એવા મુનિઓની સેવા, નિcવ (સમ્યકત્વભ્રષ્ટ) અને મિથ્યાવીને ત્યાગ–એ ચાર સણા (શ્રદ્ધાન) કહેવાય છે. પરમસિદ્ધાંતની ભક્તિ, ધર્મસાધનમાં અત્યંત અનુરાગ અને જિનભગવંત તથા સાધુ મુનિરાજની વૈયાવચ્ચમાં નિયમ (દઢતા)-એ સમ્યકત્વના ત્રણલિંગ ચિન્હ છે.” વળી હે ભદ્રે ! સમ્યકત્વની પરમ શુદ્ધિને ઈચ્છતા એવા સમ્યગ્દષ્ટિએ અહંત, સિદ્ધ અને પ્રતિમાદિકનો દશ પ્રકારે વિનય સાચવવો, કહ્યું છે કે – "अरिहंत सिद्ध चेइय, सुए अ धम्मे अ साधुवग्गे य। ગારિય ઉવજ્જા, પવને સંહને વિનI?
અહંત, સિદ્ધ, ચિત્ય (જિન પ્રતિમા) શ્રત, ધર્મ, સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન (ચતુર્વિધ સંઘ) અને સમ્યકત્વ એ દશમાં વિનય સાચવો.” તેમજ સમ્યકત્વરૂપ માણિજ્યને નિર્મળ કરવાના કારણરૂપ મન, વચન અને કાયા એ ત્રણ શુદ્ધિ કહી છે. કહ્યું છે કે – " मणवायाकायाणं सुद्धी सम्मत्तसोहिणी तत्थ । मणसुद्धी जिणजिणमयवज्जमसारं मुणइ लोअं ॥१॥ तित्थंकरचरणाराहणेण जं मज्झ सिज्झइ न कजं । पत्थेमि तत्थ नन्नं, देवविसेसंति वयसुद्धी ॥२॥ छिज्जतो भिजतो, पीलिज्जतोवि डज्जमाणोवि । जिणवज्जदेवयाणं न नमइ तस्सत्थि तणुसुद्धी" ॥३॥