________________
ભાષાંતર.
સાથે સંપીને સુખ ભેગવનાર, શાસ્ત્રજ્ઞ અને સમરાંગણમાં સંગ્રામ કરનારએ પાંચ લક્ષણવાળ ઉત્તમ પુરૂષ ગણાય છે.” સતીઓમાં શ્રેણ, સ્વપતિને અનુકૂળ અને સાક્ષાત્ લક્ષ્મીસમાન એવી જિનદત્તાનામે તેને સ્ત્રી હતી. કહ્યું છે કે – " अनुकूला सदा तुष्टा, दक्षा साध्वी विचक्षणा । મિવ Tળે, શ્રી શ્રી રાય” છે ? .
પતિને સદા અનુકૂળ, પ્રસન્ન, દક્ષ, ઉત્તમ આચારવાળી અને વિચક્ષણ–આ ગુણેથી જે સ્ત્રી યુક્ત હય, તે સ્ત્રી નહિ, પણ ખરેખર! લક્ષ્મીજ સમજવી.” કુલીન એવી તે કાંતા સાથે વિવેકી શ્રેષ્ઠીએ રાજહંસની જેમ સુખસરેવરમાં ચિરકાલ સુધી લીલા કરી.
એકદા દુરિતને દૂર કરનારા અને જાણે જંગમ પુણ્યસંગમ જ હેય નહીં એવાકેઈ ચારણમુનિ તેને ઘેર પધાર્યા. સંતજનોને આનંદ આપનારા અને નાના પ્રકારના તપની મર્યાદાને સાચવનારા એવા તે મુનિને જોઈને સૂર્યને જોઈ જેમ પશિની આનંદ પામે તેમ તે આનંદ પામી ભક્તિરાગથી વિકસિત થતા રે માંચની કંચુકીને ધોરણ કરતી એવી તેણે અનંગનું મથન કરનારા એવા તે મુનિ મહાત્માને વિધિપૂર્વક નમસ્કાર કર્યો. પછી તેણે આપેલ આસન પર ધર્મલાભ દઈને બેઠેલા એવા તે મુનિ ત્યાં સમતાસુધાને સિંચનારી એવી વાણીથી ધર્મોપદેશ દેવા લાગ્યા:
મારવાડની ભૂમિ જેવા આ અસાર સંસારમાં કલ્પવૃક્ષસદશ જૈનધર્મને પુણ્યવંત પ્રાણુઓજ પિતાની અભીષ્ટસિદ્ધિને માટે પ્રાપ્ત કરી શકે છે. તે ધર્મના સર્વચારિત્ર અને દેશચારિત્ર એવા બે ભેદ કહેલા છે. અને તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યકત્વને તેનું દ્વાર કહેલ છે. હે ભદ્ર! સમ્યકત્વવ્રતની શુદ્ધિને માટે પૂર્વ મહર્ષિઓએ તેના સડસઠ ભેદ કહેલા છે, જે સુજ્ઞજનેને સમજવા લાયક છે. તે આ પ્રમાણે -
સાધુઓની સાથે પરમાર્થ સંસ્તવાદિક ચાર શ્રદ્ધાનને જિનશાસનમાં સમ્યકત્વના પ્રાણુરૂપ કહેલા છે. જિનાગમની શુશ્રષા,
૧૨