________________
૩૨૮ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા સોળસતતિઃ प्रथमायाः पालनेन, द्वौ मासौ द्वितीयायाः पालनेन, एवं यावदेकादशमासानेकादश्याः पालनेन, पञ्च सार्धानि वर्षाण्यर्थतः प्रतिपादितानीति । न चायमर्थो दशाश्रुतस्कन्धादुपलभ्यते श्रद्धामात्ररूपायास्तत्र तस्याः प्रतिपादनात् । एवं दर्शनप्रतिमादिष्वपि यथायोगं भावना कार्या । अथ गाथाद्वयेन व्रतसामायिकपौषधप्रतिमात्रयमाह-"बीयाणुव्वयधारी २, सामाइयकडो य होइ तइयाए ३ । होइ चउत्थी चउदसिअट्ठमिमाईसु दियहेसु ॥१॥" अणुव्रतानि स्थूलप्राणातिपात
– સંબોધોપનિષદ્ – દ્વારા - પ્રથમ પ્રતિમાના પાલનથી એક માસ વીતાવે, બીજી પ્રતિમાના પાલનથી બે માસ વિતાવે, એમ યાવત અગિયારમી પ્રતિમાના પાલનથી અગિયાર મહિના વીતાવે – એમ અર્થથી કહ્યું છે તે ન ઘટે.
આ અર્થ દશાશ્રુતસ્કંધ વગેરેમાં ઉપલબ્ધ થતો નથી, કારણ કે તેમાં તો પ્રથમ પ્રતિમા શ્રદ્ધામાત્રરૂપ હોય છે, તેમ કહ્યું છે. આ રીતે દર્શન પ્રતિમા વ્રત પ્રતિમા? વગેરેમાં પણ યથાયોગ સમજી લેવું. હવે બે ગાથાથી વ્રત-સામાયિક-પૌષધ આ ત્રણ પ્રતિમાઓનું નિરૂપણ કરે છે –
બીજી અણુવ્રતધારી, ત્રીજીમાં સામાયિકકૃત હોય, અને ચોથી પ્રતિમા ચૌદશ-આઠમ વગેરે દિવસોમાં હોય છે. તેના (સંબોધપ્રકરણ ૧૦૯૬, પ્રવચનસારોદ્ધાર ૯૮૬)