________________
સન્ડ્રોઇસપ્તતિઃ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા રૂરૂ૭ एव शल्यते अनेकार्थत्वाद् बाध्यते जन्तुरेभिरिति शल्यानि तैः परिहीनं रहितम्, अत एव अनघं निर्दोषम् । अयमत्र भावार्थ:सम्यग्दर्शनस्य कुग्रहशङ्कादिशल्यरहितस्याणुव्रतादिगुणविकलस्य योऽभ्युपगमः सा प्रतिमेति । सम्यग्दर्शनप्रतिमापत्तिश्च तस्य पूर्वमप्यासीत्, केवलमिह शङ्कादिदोषराजाभियोगाद्याकारषट्कवर्जितत्वेन यथावत्समस्तदर्शनाचारविशेषपरिपालनाभ्युपगमेन च प्रतिमात्वं सम्भाव्यते । कथमन्यथा उपाशकदशासु एकमासं
–સંબોધોપનિષદ્ – મિથ્યાષ્ટિપ્રશંસા-મિથ્યાષ્ટિપરિચયરૂપ સમ્યક્તના પાંચ અતિચારો. કુગ્રહ શંકાદિ = કુગ્રહ-શંકા વગેરે, તેઓ જ શલ્ય છે, જેનાથી જીવ બાધા પામે. - તે શલ્યોથી પરિહીન = રહિત. માટે જ અનઘ = નિર્દોષ. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે - કુગ્રહ-શંકા વગેરે શલ્યથી રહિત અને અણુવ્રતો વગેરે ગુણોથી રહિત એવા સમ્યગ્દર્શનનો જે સ્વીકાર તે દર્શનપ્રતિમા છે.
શ્રાવકને સમ્યગ્દર્શન પ્રતિમાનો સ્વીકાર તો પહેલા પણ હતો. કારણ કે પ્રતિમાના સ્વીકારની પૂર્વે પણ તે સમ્યગ્દષ્ટિ જ હતો. માત્ર અહીં શંકાદિદોષનો પરિહાર હોવાથી, રાજાનો અભિયોગ વગેરે છ આગારોનું વર્જન હોવાથી તથા યથાવત્ સર્વ દર્શનાચારવિશેષોની પરિપાલનાનો સ્વીકાર હોવાથી પ્રતિમાપણું સંભવે છે. જો એવું ન હોય તો ઉપાસકદશામાં સાડા પાંચ વર્ષનો પ્રતિભાવહન કાળ કહ્યો છે, અને તેના