________________
સમ્પોસિપ્તતિઃ ગાથા-૬૧ - અગિયાર શ્રાવક્મતિમા રૂરલ श्रमणोपासकानां सार्धवर्षपञ्चकलक्षणं प्रतिमैकादशप्रमाणं प्रतिपादित-मस्ति, तच्च पूर्वोक्तयैवैकादिकयैकोत्तरया वृद्ध्या सङ्गच्छत इति । तथा उत्तरोत्तरास्वपि तासु प्रतिमासु क्रियमाणासु पूर्वपूर्वप्रतिमाप्रतिपादिताः सर्वा अपि क्रिया अनुष्ठानविशेषरूपाः कर्तव्या एव । तुशब्द एवकारार्थः । इदमत्र तात्पर्यम्-द्वितीयायां प्रतिमायां प्रथमप्रतिमोक्तमनुष्ठानं निरवशेषमपि कर्तव्यम् । तृतीयायां तु प्रतिमायां च प्रथमद्वितीयप्रतिमोक्तमप्यनुष्ठानं विधेयम् । एवं यावदेकादश्यां प्रतिमायां पूर्वप्रतिमादशकोक्तं
– સંબોધોપનિષદ્ - નથી, છતાં પણ ઉપાસકદશામાં કહ્યું છે કે આનંદ વગેરે શ્રાવકોએ સાડા પાંચ વર્ષમાં અગિયાર પ્રતિમાનું વહન કર્યું હતું. અને પૂર્વોક્ત રીતે એક, બે, ત્રણ.... આદિ એકોત્તર વૃદ્ધિથી મહિના ગણીએ તો જ સંગત થાય છે. (૧૧ પ્રતિમાના ૬૬ મહિના = સાડાપાંચ વર્ષ) તથા પછી પછીની તે પ્રતિમાઓ કરાતી હોય, ત્યારે પણ પહેલા પહેલાની પ્રતિમાઓમાં કહેલી સર્વે ય ક્રિયાઓ = અનુષ્ઠાનવિશેષો કરવી જ જોઈએ. અહીં “તુ' શબ્દ (“અપિ” શબ્દ ?) “જકાર અર્થમાં છે.
અહીં તાત્પર્ય એ છે કે – બીજી પ્રતિમામાં પ્રથમ પ્રતિમામાં કહેલું સર્વ અનુષ્ઠાન કરવું. ત્રીજી પ્રતિમામાં પહેલી-બીજી પ્રતિમામાં કહેલું પણ અનુષ્ઠાન કરવું. એમ યાવત્ અગિયારમી પ્રતિમામાં આગલી દશે પ્રતિમાઓમાં કહેલું સર્વ અનુષ્ઠાન