________________
રૂ૩૪ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા સમ્બોધતિ: ग्रन्थान्तरादुच्यते, तथाहि-"जस्संखा जा पडिमा, तस्संखा तीए हुति मासा वि । कीरंतीसु वि कज्जाओ तासु पुव्वुत्तिकिरियाओ ॥१॥" यत्सङ्ख्या यावत्सङ्ख्यमाना प्रथमद्वितीयादिकेत्यर्थः, प्रतिमा तस्यां मासा अपि तत्सङ्ख्यास्तावत्प्रमाणा भवन्ति । अयमर्थः-प्रथमायां प्रतिमायामेको मासः कालमानम्, द्वितीयायां द्वौ मासौ, तृतीयायां त्रयो मासाः, यावदेकादश्यां प्रतिमायामेकादश मासा इति । तच्च कालमानं यद्यपि दशाश्रुतस्कन्धादिषु साक्षानोप-लभ्यते, तथाऽप्युपासकदशासु प्रतिमाकारिणामानन्दादि
- સંબોધોપનિષદ્ પ્રત્યેક પ્રતિમાઓનું સ્વરૂપ અન્ય ગ્રંથમાંથી કહેવાય છે. તે આ પ્રમાણે છે –
પ્રતિમા જે સંખ્યાની હોય, તે સંખ્યા જેટલા તેના મહિના પણ હોય છે. અને તે પ્રતિમાઓ કરાતી હોય, ત્યારે તેમાં પૂર્વોક્ત ક્રિયાઓ પણ કરવી ||૧||
(સંબોધપ્રકરણ ૧૦૯૦, પ્રવચનસારોદ્ધાર ૯૮૧) જે સંખ્યાવાળી = જે સંખ્યાના પ્રમાણની = પ્રથમ, દ્વિતીય વગેરે જે પ્રતિમા હોય, તે પ્રતિમામાં મહિનાઓ પણ તે સંખ્યાના = તેટલા પ્રમાણના હોય છે. અર્થાત્ – પ્રથમ પ્રતિમામાં એક મહિના જેટલું કાળ પ્રમાણ છે, બીજી પ્રતિમામાં બે મહિના, ત્રીજી પ્રતિમામાં ત્રણ મહિના, એમ યાવત્ અગિયારમી પ્રતિમામાં અગિયાર મહિના છે. જો કે દશાશ્રુતસ્કન્ધ વગેરેમાં તે કાળપ્રમાણ શબ્દશઃ જોવા મળતું