________________
રૂર૬ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા બ્લોથપ્તતિઃ लोककल्पं किमपि दर्शयामीत्यवधार्य तत्रैव निमग्नः । अथ समासादितबन्धुस्तद्रन्ध्रोपलब्ध्यर्थं पर्यटन्नपश्यंश्च कष्टतरं व्यसनमनुभवति स्म । एवमयमपि जीवकच्छपोऽनादिकर्मसन्तानपटलाच्छादितान्मिथ्यादर्शनादितमोऽनुगतात् विविधशारीरमानसाक्षिवेदनज्वरकुष्ठभगन्दरेष्टवियोगानिष्टसम्प्रयोगादिषु(?) दुःखजलचरानुगतात्, संसरणं संसारः, भावे घञ्प्रत्ययः, स एव सागरस्तस्मात् परिभ्रमन् कथञ्चिदेव मनुष्यभवसंवर्तनीयकर्मरन्ध्रमासाद्य मानुषत्वप्राप्त्या उन्मग्नः सन् जिनचन्द्रवचन
– સંબોધોપનિષદ્ કલ્યાણ જોયું જ નથી. તેથી હું તેમને આવું કાંઈ દેવલોક જેવું બતાવું, એમ વિચારી તે સરોવરની અંદર જતો રહ્યો. હવે તે સ્વજનોને લઇને તે છિદ્રને મેળવવા માટે ભટકે છે, પણ તે છિદ્ર નહિ દેખાતા તે વધુ કષ્ટમય આપત્તિ અનુભવે છે.
એ જ રીતે આ જીવરૂપી કાચબો પણ સંસારસાગરમાં ભટકે છે. તે સંસાર સાગર અનાદિ કર્મની પરંપરાથી આચ્છાદિત છે. તેમાં મિથ્યાત્વરૂપી અંધકાર વ્યાપ્ત છે. વિવિધ શારીરિક-માનસિક-ચક્ષુપીડા-તાવ-કોઢ-ભગંદર-ઇષ્ટવિયોગઅનિષ્ટસંયોગ વગેરે દુઃખોરૂપી જળચરો તેમાં ફરી રહ્યા છે.
સંસરણ કરવું = સંસાર. અહીં ભાવ અર્થમાં ઘમ્ પ્રત્યય છે. સંસાર એ જ ઉપરોક્ત રીતે સાગર છે. તેમાં ભટકતો જીવ કોઈ રીતે જ મનુષ્યભવની પ્રાપ્તિ કરાવનાર એવા કર્મવિવરને પામીને મનુષ્યપણું પામવાથી એ સાગરમાંથી