________________
સક્વોથસપ્તતિઃ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા રૂરલ उब्बुड्डो मा पुणो निबुड्डेज्जा । चरणगुणविप्पहीणो, बुड्डइ सुबहुं पि जाणतो ॥१॥" पदार्थस्तु दृष्टान्ताभिधानद्वारेणोच्यते-यथा नाम कश्चित् कच्छपः प्रचुरतृणपत्रात्मकनिश्छिद्रपटलाच्छादितोदकान्धकारमहाह्रदान्तर्गतानेकजलचरक्षोभादिव्यसनव्यथितमानसः परिभ्रमन् कथञ्चिदेव पटलरन्ध्रमासाद्य विनिर्गत्य च ततः शरदि निशानाथकरस्पर्शसुखमनुभूय भूयोऽपि स्वबन्धुस्नेहाकृष्टचित्तस्तेषामपि तपस्विनामदृष्टकल्याणानामहमिदं सुर
– સંબોધોપનિષદ્ – સંસારસાગરથી ઉપર આવ્યો, હવે ફરી એમાં ડુબ નહીં. જે ચારિત્રગુણથી રહિત છે, તે ઘણું બધું જાણતો હોવા છતાં પણ ડુબે છે. (આવશ્યક નિયુક્તિ ૯૭)
અહીં પદાર્થ દષ્ટાંત કહેવા દ્વારા જણાવાય છે –
જેમ કે કોઈ કાચબો હતો. તે મોટા સરોવરમાં રહેતો હતો. તે સરોવર ઘણા ઘાસ-પાન વગેરેથી બનેલા છિદ્રરહિત પડાથી ઢંકાયેલું હોવાથી પાણી અને અંધકારમય હતું. તેમાં અનેક જળચરો દ્વારા ક્ષોભ થવો વગેરે આપત્તિઓથી વ્યથિત થઈને કાચબો આમ તેમ ભટકતો હતો.
તેણે કોઈ રીતે પડળમાં પડેલું છિદ્ર મેળવી લીધું અને તેમાંથી બહાર નીકળ્યો. અને પછી શરદ ઋતુમાં ચંદ્રકિરણના સ્પર્શના સુખને અનુભવ્યું. ફરીથી તે પોતાના સ્વજનોના સ્નેહથી આકર્ષાયો અને તેને થયું કે તે બિચારાઓએ કદી કાંઈ