________________
સન્ડ્રોઇસપ્તતિ: ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા ૩૨૭ सम्प्रयुक्ताविति पुनरभिधानमात्यन्तिकसम्प्रयोगोपदर्शनार्थमिति । एत्थ उदाहरणम्
एगंमि रण्णे रायभएण नगराओ उव्वसिय लोओ द्वितो। पुणो वि धाडिभएण पवहणाणि उज्झिय पलाओ । तत्थ दुवे अणाहप्पाता अंधो पंगू य उज्झिया । गताए धाडीए लोगग्गिणा वातेण वणदवो लग्गो । ते भीया । अंधो छुट्टकच्छो अग्गितेण पलायति । पंगुणा भणितं-'अंध ! मा इओ णास, इतो च्चेव अग्गी ।' तेण भणितं-'कुतो पुण गच्छामि ।' पंगुणा भणितं
- સંબોધોપનિષદ્ર – તે બંને સંયુક્ત આવું ફરીથી કહ્યું, તે આત્યંતિક સંયોગ બતાવવા માટે કહ્યું છે. અહીં આ મુજબ ઉદાહરણ છે –
રાજાના ભયથી લોકો નગર છોડીને એક જંગલમાં રહ્યા. ફરીથી ધાડ પડવાના ભયથી વાહનોને છોડીને પલાયન કરી ગયા. તેમાં અનાથ જેવા આંધળો અને પંગુ – એ બેને છોડી દીધા. ધાડપાડુઓ તો જતા રહ્યા. પણ લોકોએ ત્યાં જે અગ્નિ પ્રગટાવ્યો હતો, તે પવન દ્વારા પ્રસર્યો અને દાવાનળ ફાટી નીકળ્યો. આંધળો અને પંગુ બંને ભયભીત થઈ ગયાં. આંધળો દોડવા લાગ્યો, તેનો કચ્છો (ધોતિયાનો છેડો ?) છૂટી ગયો, તેની પરવા કર્યા વગર તે અગ્નિ તરફ દોડવા લાગ્યો. પંગુએ કહ્યું, “અંધ ! એ બાજુ ભાગ નહીં. એ બાજુ જ આગ છે.”
આંધળાએ કહ્યું, “તો હું ક્યાં જાઉં?” પંગુએ કહ્યું, “હું