________________
૩૨૮ ગાથા૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા વોલપ્તતિઃ 'अहंपि पुरतो अतिदूरे मग्गदेसणासमत्थो पंगू, ता मं खंधे करेहि जेण अहिकंटकजलणादिअवाए परिहारावेतो सहं ते नगरं पावेमि ।' तेणं तह त्ति पडिवज्जिय अणुट्टितं पंगुवयणं । गता य खेमेण दो वि णगरं ति एस दिटुंतो । अयमत्थोवणओ णाणकिरियाहि सिद्धिपुरं पाविज्जहि त्ति ।।
प्रयोगश्च विशिष्टकारणसंयोगोऽभिलषितकार्यप्रसाधकः, सम्यक्कियोपलब्धिरूपत्वात्, अन्धपङ्गोरिव नगरावाप्तेरिति । यः पुनरभिलषितफलसाधको न भवति स सम्यक्क्रियोपलब्धिरूपोऽपि न भवति, इष्टगमनक्रियाविकलविघटितैकचक्ररथवदिति व्यतिरेकः ॥५८॥
– સંબોધોપનિષદ્ – તારી સામે જ ઘણો દૂર છું. હું તને રસ્તો બતાવી શકું છું. પણ હું પંગુ છું. તેથી તું મને ખભે બેસાડી દે, જેથી હું તને સર્પ, કાંટા, આગ વગેરે અપાયોનો પરિહાર કરાવીને સુખેથી નગરમાં પહોંચાડી દઇશ.” તેણે “ભલે” એમ સ્વીકારીને પંગુનું કહ્યું કર્યું. બંને ક્ષેમપૂર્વક નગરમાં પહોંચી ગયા. આ પ્રમાણે દૃષ્ટાંત છે. અર્થાપનય આ પ્રમાણે છે – જ્ઞાન-ક્રિયાથી સિદ્ધિપુર પમાશે. અને પ્રયોગ આ પ્રમાણે છે – વિશિષ્ટ કારણોનો સંયોગ ઈષ્ટ કાર્યનો પ્રસાધક છે, કારણ કે તે સમ્યક ક્રિયાજ્ઞાનરૂપ છે, જેમ કે અંધ-પંગુની નગરપ્રાપ્તિ. વળી જે ઇષ્ટ ફળનો સાધક ન થાય, તે સમ્યક ક્રિયા-જ્ઞાનરૂપ પણ ન હોય, જેમ કે ઇષ્ટ એવી ગમન ક્રિયાથી રહિત એવો એક પૈડાવાળો