________________
સન્ડ્રોથસપ્તતિઃ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા ૩૨૫ प्रत्येकमभावात्, सिकतातैलवदित्यनिष्टं चैतत्, इत्यत्रोच्यते, समुदायसामर्थ्यं हि प्रत्यक्षसिद्धम्, यतो ज्ञानक्रियाभ्यां कटादिकार्यसिद्धय उपलभ्यन्त एव, न तु सिकतासु तैलम् । न तु दृष्टमपह्नोतुं शक्यते । एवमाभ्यां दृष्टकार्यसिद्धिरप्यविरुद्धैव, तस्माद्यत्किञ्चिदेतत् । तथा किञ्च न सर्वथैवानयोः साधनत्वं नेष्यते देशोपकारित्वमभ्युपगम्यत एव ॥५७॥ यत आह
- સંબોધોપનિષસંગતિ કરવા માટે જ્ઞાન-ક્રિયા પ્રત્યેકમાં પણ મોક્ષને સાધવાનું સામર્થ્ય માનવું જ પડશે ને?
ઉત્તર - ના, કારણ કે જે વસ્તુ પ્રત્યક્ષથી સિદ્ધ હોય, તેનો તર્કના બળથી અપલાપ ન કરી શકાય. જ્ઞાન-ક્રિયા આ બંનેના સમુદાયમાં સામર્થ્ય છે, એ તો પ્રત્યક્ષસિદ્ધ છે. કારણ કે જ્ઞાન-ક્રિયા વડે ચટ્ટાઇ વગેરે કાર્યની સિદ્ધિ જોવા મળે જ છે. પણ રેતીમાં તેલ જોવા મળતું નથી. જે પ્રત્યક્ષ છે, તેનો અપહનવ કરવો શક્ય નથી. આ રીતે જ્ઞાન-ક્રિયાથી દષ્ટ કાર્યની સિદ્ધિ પણ અવિરુદ્ધ જ છે. માટે તમે રજુ કરેલો તર્ક નિઃસાર છે. વળી જ્ઞાન-ક્રિયા પ્રત્યેક સર્વથા સાધક નથી, એવું ઈષ્ટ નથી. કારણ કે તે પ્રત્યેક દેશથી ઉપકારી છે એવું તો માનીએ જ છીએ. //પણા
કારણ કે કહ્યું છે કે –