________________
३१४
જ્ઞાન અને ક્રિયા
'
अत्र प्रयोगौ भवतः, ज्ञानमेव विशिष्टफलप्रसाधकं न भवति, सत्क्रियायोगशून्यत्वात्, नगरदाहे पङ्गुलोचनविज्ञानवत् । नापि क्रियैव विशिष्टफलप्रसाधिका, सञ्ज्ञानसण्टङ्करहितत्वात्, नगरदाह एवान्धस्य पलायनक्रियावत् । आह एवं ज्ञानक्रिययोः समुदितयोरपि निर्वाणप्रसाधकसामर्थ्यानुपपत्ति: प्रसज्यते, · સંબોધોપનિષદ્
અહીં આ રીતે પ્રયોગો થાય છે - (૧) જ્ઞાન જ વિશિષ્ટ ફળનું પ્રસાધક થતું નથી, કારણ કે તે સમ્યક્ ક્રિયાના યોગથી રહિત છે, જેમ કે નગરના દાહ પ્રસંગે પંગુનું ચક્ષુવિજ્ઞાન. (૨) વળી ક્રિયા જ વિશિષ્ટ ફળની પ્રસાધિકા બનતી નથી, કારણ કે તે સમ્યક્ જ્ઞાનના યોગથી રહિત છે, જેમ કે નગરના દાહ પ્રસંગે આંધળાની પલાયન કરવાની ક્રિયા.
ગાથા-૫૭-૬૦
सम्बोधसप्ततिः
પ્રશ્ન - આ રીતે તો જ્ઞાન-ક્રિયા બંને ભેગા થશે, તો પણ તેમનામાં મોક્ષને સાધનાર સામર્થ્ય નહીં ઘટે, કારણ કે પ્રત્યેકમાં તે સામર્થ્ય નથી. જેમ કે રેતી-તેલ. આશય એ છે કે જેમ રેતીના પ્રત્યેક કણમાં તેલ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નથી, તો તે બધા કણો ભેગા થઇને પણ તેલને ઉત્પન્ન કરી શકતા નથી. તેમ જ્ઞાન અને ક્રિયા પ્રત્યેક મોક્ષને સાધવામાં અસમર્થ છે, તો તે બંને મળીને પણ મોક્ષને નહીં સાધી શકે. પણ એ તો ઇષ્ટ નથી, કારણ કે જ્ઞાન-ક્રિયા બંને મળીને મોક્ષદાયક થાય છે એવો જિનસિદ્ધાંત છે. માટે એ સિદ્ધાંતની