________________
સમ્પોથતિઃ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા ૩૨૩ अंधलो य । ते णगरलोए जलणसंभमुझंतलयणे पलायमाणे पासंतो पंगुलओ गमणकिरियाभावातो जाणतो वि पलायणमग्गं कमागतेण अगणिणा दड्डो । अंधो वि गमणकिरियाजुत्तो वि पलायणमग्गमजाणतो तुरियं जलणंतेण गंतुं अगणिभरियाए खाणीए पडिऊण दड्ढो । एस दिटुंतो । अयमत्थोवणओ-एवं णाणी वि किरियारहितो ण कम्मग्गिणो पलाइउं समत्थो, इतरो वि णाणरहियत्तउ त्ति ।
– સંબોધોપનિષદ્ બનેલી આંખોવાળા તે નગરલોકો પલાયન કરતા હતાં. તેમને જોતો પંગુ જાણતો હોવા છતાં પણ ગમનક્રિયાના અભાવથી ક્રમશઃ પોતાની પાસે આવેલા અગ્નિથી બળી ગયો. આંધળો પણ ગમનક્રિયાથી યુક્ત હોવા છતાં પણ પલાયન કરવા માટે યોગ્ય માર્ગ જાણતો ન હતો. તેથી તે શીધ્ર અગ્નિ પાસે જઈને અગ્નિથી ભરેલી ખાણમાં પડીને બળી ગયો. આ દષ્ટાંત છે.
અહીં આ પ્રમાણે અર્થોપનય છે – આ રીતે જ્ઞાની પણ જો ક્રિયાથી રહિત હોય, તો તે કર્મરૂપી અગ્નિથી પલાયન કરવા સમર્થ નથી. અને ક્રિયાવાન પણ જો જ્ઞાનરહિત હોય, તો તે પણ કર્મરૂપી અગ્નિથી પલાયન કરવા સમર્થ નથી.