________________
૩૨૦ ગાથા-પ૬ - નિદ્રાનો દારૂણ વિપાક બ્લોગસપ્તતિ: यत उक्तं जीवानुशासनवृत्तौ-"चतुर्दशपूर्वधराः श्रुतकेवलिनोऽपि चानन्तकाये प्रतीते निवसन्ति तिष्ठन्ति, पूर्वगतसूत्राभावे મૃતિ શેષ: પૂર્વસૂત્રે પુનર્નતિ ” “તા' કૃતિ, તતઃ “રે जीव !' आत्मन् ! पञ्चापि प्रमादान् सेवमानस्त्वं कथं भविष्यसि, भवतः का गतिर्भाविनीति न जानीमः । एतावताऽप्रमत्तेनैव प्रवर्तितव्यमिति बोधितम् । यतः-"गयकन्नचला लच्छी, पिम्मं संझाणुरागसारिच्छं । जलबिंदुचलं जीयं, गिरिनइवेगु व्व तारुण्णं ॥१॥ सुमिणयतुल्लो वल्लहसमागमो रोगसंकुलो
- સંબોધોપનિષદ્ – કારણ કે જીવાનુશાસનવૃત્તિમાં કહ્યું છે કે – ચૌદપૂર્વધરો = શ્રત કેવલીઓ પણ પ્રતીત એવા અનંતકાયમાં રહે છે. અહીં ‘પૂર્વગત સૂત્ર ભૂલીને તેના અભાવમાં મરીને એમ અધ્યાહારથી સમજવાનું છે. જો પૂર્વશ્રુત યાદ હોય, તો નિગોદમાં જતાં નથી.
તો હે જીવ ! = આત્મન્ ! તું તો પાંચે પ્રમાદોને સેવે છે. તારું શું થશે ? તારી કઈ ગતિ થશે ? એ અમને સમજાતું નથી. આવું કહેવા દ્વારા એવો પ્રતિબોધ કર્યો છે કે
અપ્રમત્તપણે જ પ્રવૃત્તિ કરવી જોઈએ. કારણ કે - લક્ષ્મી હાથીના કાનની જેમ ચંચળ છે. પ્રેમ સંધ્યાના અનુરાગ (વાદળોની લાલાશ) જેવો છે. જીવન જળબિંદુ જેવું ચંચળ છે. યુવાની પર્વતીય નદીના વેગ જેવી છે. પ્રિય વ્યક્તિનો