________________
૩૦૦ ગાથા-પ૫ - પ્રમાદના પાંચ પ્રકાર સન્ડ્રોઇસપ્તતિઃ तीए जोइणीए, अहिटिया सा गया जिणहरे वि । अन्नन्नसावियाहिं, समं कुणइ विविहविगहाओ ॥२९॥ न य पूएइ जिणिंदे, देवे वि न वंदए पसन्नमणा । बहुहासबोलबहुला, कुणइ विघायं परेसिं पि ॥३०॥ न य को वि किंपि पभणइ, महड्डिधूय त्ति तो अइपसंगा । सज्झायझाणरहिया, भणिया एगेण सड्डेण ॥३१॥ किं भयणि ! अइपमत्ता, धम्मट्ठाणे वि कुणसि इय वत्ता। जं भवियाण जिणेहिं, सया निसिद्धाउ विगहाओ ॥३२॥ सिंगाररसुन्नइया, मोहमई हासकेलिसंजणगा।
– સંબોધોપનિષદ્ - રીતે જલ્દીથી વિસર્જિત કરાયેલી એવી તે સ્ત્રી રોહિણીની પાસે પહોંચી. ૨૮
રોહિણી તે યોગિનીથી અધિષ્ઠિત થઈ. તેથી તે જિનાલયે ગઈ, તો ય અન્ય અન્ય શ્રાવિકાઓ સાથે વિવિધ વિકથાઓ કરે છે. રક્ષા તે જિનપૂજા નથી કરતી. પ્રસન્ન મનથી દેવવંદન પણ નથી કરતી. અને ઘણા હાસ્ય અને અવાજથી બીજાને પણ વ્યાઘાત કરે છે. II3Oા તે મહદ્ધિકની દીકરી હોવાથી કોઈ તેને કાંઈ કહેતું નથી. કારણ કે તેને કાંઈ કહેવા જતા અતિપ્રસંગ - વાતનું વતેસર થઈ જાય. આ રીતે સ્વાધ્યાય અને ધ્યાનથી રહિત એવી રોહિણીને એક શ્રાવકે કહ્યું- ૩૧ી કેમ બહેન ! તું ઘણો પ્રમાદ કરે છે? ધર્મસ્થાનમાં પણ આ રીતે વાતો કરે છે ? આવું ન કરવું જોઇએ કારણ કે જિનોએ ભવ્યજીવોને વિકથા કરવાનો સદા નિષેધ કર્યો છે.