________________
સોળસપ્તતિઃ ગાથા-પ૫ - પ્રમાદના પાંચ પ્રકાર ૨૨૭ अह सयलंपि हु सिन्नं, सुविसन्नं मुक्ककुसुमतंबोलं । जायमथक्के थक्कविय नट्टगीयाइवावारं ॥१५ ॥ इत्थंतरंमि सिसुणा, एगेणं इत्थियाइ इक्काए । अट्टहाससई, हसियं सुणियं च मोहेण ॥१६॥ तो चिंतइ गुरुमन्नुपसरपरिमुक्कदीहनीसासो। के मइ दुहिए एवं, अइसुहिया नणु पकीलंति ॥१७॥ अह कुवियस्साकूवं, नाऊणं निययसामिसालस्स । दुट्ठाभिसंधिमंती, गयभंती विनवइ एवं ॥१८॥ देव ! निवजुवइजणवयभत्तकहाकरणचउमुहा एसा । भुवणजणमोहणी जोइणि व्व विकहत्ति
સંબોધોપનિષ હવે સેમગ્ર સૈન્ય અત્યંત વિષાદ પામ્યું. સૌએ પુષ્પ અને તાંબૂલનો ત્યાગ કર્યો. અકાળે જ મૃત્ય-ગીત વગેરેની પ્રવૃત્તિ બંધ કરી દેવાઈ. ૧પો એટલામાં તો એક બાળક અને એક સ્ત્રી અટ્ટહાસનો અવાજ કરીને હસ્યા અને મોહરાજાએ તે અવાજ સાંભળ્યો. ૧૬ પછી મોટા ક્રોધના પ્રસારથી દીર્ઘ નીસાસો નાખીને મોહરાજા વિચારે છે કે હું દુઃખી છું, એ સમયે કોણ અતિ સુખી થઈને કિલ્લોલ કરે છે ? ૧૭ - હવે ગુસ્સે થયેલા એવા પોતાના સ્વામીનો અભિપ્રાય જાણીને દુષ્ટાશય નામનો મંત્રી ભ્રાંતિ રહિત થઇને આ રીતે વિજ્ઞપ્તિ કરે છે – (૧૮ હે દેવ ! આ મારી પત્ની વિકથા છે. જેના ચાર મુખ છે. એકથી તે રાજકથા કરે છે. બીજાથી સ્ત્રીકથા કરે છે. ત્રીજાથી દેશકથા કરે છે અને ચોથાથી ભક્તકથા કરે છે. આ વિકથા વિશ્વના લોકોને મોહિત કરનારી