________________
ર૬૬ ગાથા-પપ - પ્રમાદના પાંચ પ્રકાર સન્ડ્રોથતિઃ जइ कहवि इमा एमेव चिट्ठिई कित्तियं धुवं कालं । तो णे णस्संताणं, न कोवि पिच्छिहिइ धूलि पि ॥११॥ इय चिंतंतस्स इमस्स आगओ रायकेसरी तणओ । पणमंतो वि न नाओ, ता एसो भणइ अइदुहिओ ॥१२॥ इत्तियमित्ता चिंता, किं किज्जइ तायपायाणं । जं पि जए न य अन्नं, समं च विसमं च पिच्छामि ॥१३॥ तो सो कहेइ मोहो, जहट्ठियं रोहिणीइ वुत्तंतं । सोउं सिरे वज्जाहउ व्व जाओ इमो विमणो ॥१४॥
સંબોધોપનિષદ્ - છે? I૧ના જે તે કોઈ રીતે આ જ રીતે કેટલોક કાળ રહેશે, તો અમારે નાસી જવું પડશે અને અમારા નાસવાથી ઉડતી ધૂળની પણ કોઈ દરકાર નહીં કરે. (૧૧ાા
મોહરાજા આ વિચાર કરતાં હતાં, એવામાં તેમનો દીકરો રાગકેશરી આવ્યો. તેણે પિતાને પ્રણામ કર્યા. તો ય મોહરાજાને ખ્યાલ ન આવ્યો કે તેમનો દીકરો આવ્યો છે. તેથી રાગકેશરી ખૂબ દુઃખી થઈને કહે છે, ૧રા કે તાતપાદને આટલી બધી શેની ચિંતા છે? કે જગતમાં અન્ય જે આપની સમાન હોય (= બરોબરી કરી શકે તેવું હોય), કે વિષમ હોય ( આપનાથી ચઢિયાતો હોય) એવું કોઈ મને દેખાતું નથી. ૧૩
હવે તે મોહરાજાએ રોહિણીનું યથાસ્થિત વૃત્તાંત કહ્યું. તે સાંભળીને જાણે માથા પર વજનો પ્રહાર થયો હોય, તેમ રાગકેશરી વિમનસ્ક થઈ ગયો. ૧૪