________________
૨૨૦ ગાથા-૫૫ - પ્રમાદના પાંચ પ્રકાર સન્ડ્રોઇતિઃ वंजणपक्कन्नघयसारं ॥२॥ मुद्गदाली घृतव्याली, वादीन्द्र ! वितुषा कथम् । ओदनप्रियसंयोगे, जाता विगतकञ्चुका ॥३॥" देशकथाऽप्येवम्, यथा- "रम्यो मालवकः सुधान्यकृतकः काञ्च्यास्तु किं वर्ण्यते ?, दुर्गा गूर्जरभूमिरुद्भटभटा लाटाः किराटोपमाः । काश्मीरे वरमुष्यतां सुखनिधौ स्वर्गोपमाः कुन्तलाः, वा दुर्जनसङ्गवच्छुभधिया दैशी कथैवंविधा ॥१॥"
– સંબોધોપનિષદ્ - ભોજન, શાલિદન અને દાળનું ભોજન, કઢી, શાક, પક્વાન્ન અને ધૃતથી સારભૂત એવું ભોજન મનુષ્યોનું અમૃત છે. //રા હે વાદીન્દ્ર ! વૃતવ્યાધી (ગદOાલી?) = રોગોને હણવામાં નાગણ સમાન એવી આ મગની દાળ ફોતરા વગરની કેમ છે? (ઉત્તર) - ચોખા(ભાવ)રૂપી તેનો પ્રિયનો સંયોગ થવાથી તે કંચુકરહિત થઈ છે. all
(૩) દેશકથા - આ પ્રમાણે છે – માળવા દેશ રમ્ય છે, તે સારા ધાન્યોથી કરાયેલો (ભરેલો ?) છે. કાંચીની તો શું વાત કરવી ? ગુજરાતની ભૂમિ દુખેથી ગમન કરી શકાય તેવી છે. લાટ દેશમાં તો પ્રચંડ શૂરવીરો છે, તેથી તે દેશ કિરાટ જેવો છે. (કિરાત એ અનાર્ય દેશવિશેષ છે. અનાર્ય દેશમાં અત્યંત શૂરવીર દુર્જેય પુરુષો હતા, એવું ભરતચક્રી આદિના ચરિત્રમાંથી જાણવા મળે છે.) સુખભંડાર એવા કાશ્મીરમાં રહો એ ઉત્તમ છે, કુંતલ દેશ સ્વર્ગ જેવો છે. શુભ બુદ્ધિના ધારક જીવે આવા પ્રકારની દેશકથાનું