________________
૨૮૪ ગાથા-૫૫ - પ્રમાદના પાંચ પ્રકાર નોથસપ્તતિઃ न वेत्ति जन्तुरयम् । तस्मादनुचितचारी, चरति चिरं दुःखकान्तारे ॥१॥" तथा 'कषायाः' कष्यन्ते हिंस्यन्ते परस्परमस्मिन् प्राणिन इति कषः संसारः, कषमयन्ते गच्छन्त्येभिर्जन्तव इति कषायाः। यद्वा कषस्यायो लाभो येभ्यस्ते कषायाः क्रोधमानमायालोभाः। तत्र क्रोधोऽक्षान्तिपरिणतिरूपः, मानो जात्यादिसमुत्थोऽहङ्कारः, माया परवञ्चनाद्यात्मिका, लोभोऽसन्तोषात्मको गृद्धिपरिणामः । ते चानन्तानुबन्ध्यादिभेदात् षोडश । तत्र अनन्तं संसारमनुबन्धतीत्येवंशीला अनन्तानुबन्धिनः, यदवाचि
- સંબોધોપનિષદ્ - જાણતો નથી. માટે તે અનુચિત આચણ કરે છે અને ચિરકાળ સુધી દુઃખ-અટવીમાં ભટકે છે.
.. તથા - કષાયો. જેમાં જીવો પરસ્પર કષ = હિંસાનો વિષય બને છે. તેનું નામ કષ= સંસાર. જેનાથી જીવો કષને પામે છે તે કષાયો. અથવા તો જેનાથી કષનો = સંસારનો લાભ થાય, તે કષાયો = ક્રોધ, માન, માયા અને લોભ.
તેમાં ક્રોધ અક્ષાન્તિની પરિણતિરૂપ છે. માન જાતિ વગેરેથી થયેલો અહંકાર છે. માયા બીજાને છેતરવારૂપ છે અને લોભ એ અસંતોષાત્મક વૃદ્ધિનો પરિણામ છે, આ ચાર કષાયો અનંતાનુબંધી વગેરે ભેદોથી સોળ પ્રકારના છે.
તેમાં જેઓ અનંત સંસારનો અનુબંધ કરે છે, એવો જેમનો સ્વભાવ છે, તેઓ અનંતાનુબંધી કષાયો છે. કારણ