________________
સોળસપ્તતિઃ ગાથા-પપ - પ્રમાદના પાંચ પ્રકાર ૨૮ "यस्मादनन्तं संसारमनुबध्नन्ति देहिनाम् । ततोऽनन्तानुबन्धीति, सजा येषु निवेशिताः ॥१॥" ते चत्वारः क्रोधमानमायालोभाः। यद्यपि च तेषां शेषकषायोदयरहितानामुदयो नास्ति तथाप्यवश्यमनन्तसंसारमौलकारणमिथ्यात्वोदयाक्षेपकत्वादेवमेवानन्तानुबन्धित्वव्यपदेशः । शेषकषाया नावश्यं मिथ्यात्वोदयमाक्षिपन्ति, अतस्तेषामुदययौगपद्ये सत्यपि नायं व्यपदेश इत्यसाधारणमेतेषामेवैतन्नामेति । तथा न विद्यते स्वल्पमपि प्रत्याख्यानं
– સંબોધોપનિષદ્ – કે કહ્યું છે કે – જેથી તેઓ જીવોના અનંત સંસારનો અનુબંધ કરે છે, તેથી જેમનું નામ અનંતાનુબંધી છે. ૧૫ (પ્રથમ કર્મગ્રંથ ટીકામાં ઉદ્ધત) અનંતાનુબંધી કષાયો ચાર છે. ક્રોધ, માન, માયા અને લોભ. જો કે શેષ કષાયોનો ઉદય ન હોય ત્યારે અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. અર્થાત્ અનંતાનુબંધી કષાયોનો ઉદય હોય, ત્યારે શેષ કષાયોનો (અપ્રત્યાખ્યાનીય વગેરેનો) ઉદય હોય છે. આમ છતાં પણ અવશ્યપણે અનંતસંસારના મૂળ કારણ મિથ્યાત્વના ઉદયના આક્ષેપક હોવાથી આ કષાયોમાં અનંતાનુબંધીપણાનો વ્યપદેશ થાય છે.
શેષ કષાયો અવશ્ય મિથ્યાત્વના ઉદયનો આક્ષેપ કરતાં નથી. માટે તેમનો ઉદય સાથે જ હોવા છતાં પણ તેમનામાં “અનંતાનુબંધી” એવો વ્યપદેશ થતો નથી. માટે પ્રસ્તુત કષાયોનું જ “અનંતાનુબંધી એવું અસાધારણ નામ છે.