________________
૨૮૨ ગાથા-પ૫ - પ્રમાદના પાંચ પ્રકાર બ્લોથપદ્ધતિ मूढास्तस्मान्मद्यं नैव देयं न पेयम् ॥१॥" इति । तथा 'विषयाः' शब्दादयः पञ्च, प्राकृतत्वाद्विभक्तिलोपः । एषां स्वरूपमिदम्-"खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अनिकामसुक्खा । संसारसुक्खस्स विपक्खभूया, खाणी अणत्थाण उ कामभोगा ॥१॥ विसएसु नत्थि सुक्खं, सुहाहिमाणो जियाण पुण एसो । पित्ताउरनयणाणं, उवलम्मि
- સંબોધોપનિષદ્ – ભ્રાન્તિથી પાપપ્રવૃત્તિ કરે છે. પાપ કરીને તે મૂઢ જીવો દુર્ગતિમાં જાય છે. માટે મદિરા કોઈને દેવી પણ ન જોઇએ અને સ્વયં પીવી પણ ન જોઇએ. તેના
તથા શબ્દાદિ પાંચ વિષયો, પ્રાકૃત હોવાથી વિભક્તિનો લોપ થયો છે. વિષયોનું સ્વરૂપ આ પ્રમાણે છે -
કામભોગો ક્ષણમાત્ર કાળ માટે સુખ આપનારા છે અને ઘણો કાળ દુઃખ આપનારા છે. વળી દુઃખ ઘણુ આપે છે અને સુખ થોડું આપે છે. આ કામભોગી સંસારના સુખના વિપક્ષભૂત છે. અર્થાત્ દુઃખરૂપ છે. “સંસારમુર્વિક્સ' આ પ્રમાણે આ ગાથાનો પાઠ મળે છે. તે મુજબ – સંસારથી મુક્તિ મળે તેમાં વિપક્ષ = બાધકભૂત છે - આવો અર્થ થાય છે. આ રીતે કામભોગો અનર્થોની ખાણ જેવા જ છે. મેલા (ઉત્તરાધ્યયન ૪૩૫, ઈન્દ્રિયપરાજયશતક ૨૪)
જેમ પિત્તથી આતુર થયેલી આંખોવાળી વ્યક્તિને પથ્થર