________________
૨૮૦ ગાથા-પ૫ - પ્રમાદના પાંચ પ્રકાર સોસપ્તતિઃ गुरुवाक्यमोचितः ॥१॥ विह्वलः स जननीयति प्रियां, मत्त एव जननीं प्रियीयति । किंकरीयति निरीक्ष्य पार्थिवं, पार्थिवीयति कुधीः स किंकरम् ॥२॥ सर्वतोऽप्युपहसन्ति मानवाः, वाससी व्युपहरन्ति तस्कराः । मूत्रयन्ति पतितस्य मण्डलाः, विस्तृते विवरकाझ्या मुखे ॥३॥ मक्षु मूर्छति बिभेति कम्पते, पूत्करोति दहते प्रछर्दति । खिद्यति स्खलति
— – સંબોધોપનિષદ્ - તે નશાથી વિહ્વળ થઈને પત્ની સાથે માતા સમાન આચરણ કરે છે અને ઉન્મત્ત થઈને માતાની સાથે પત્ની જેવું જ આચરણ કરે છે. અર્થાત્ પત્નીને માતા સમજે છે અને માતાને પત્ની સમજે છે. તે રાજાને જોઈને તેની સાથે નોકર જેવું આચરણ કરે છે અને તે મદિરાથી દુષ્ટ બુદ્ધિવાળો થઈને નોકરની સાથે રાજા જેવું આચરણ કરે છે. અર્થાત્ રાજાને તે નોકર સમજે છે અને નોકરને રાજા સમજે છે. રા.
ચારે બાજુથી માનવો તેના પર હસે છે. ચોરો તેના વસ્ત્રો હરી જાય છે. તે નશામાં બેભાન થઇને રસ્તામાં સૂતો હોય, તેનું મુખ ખુલ્લું હોય, ત્યારે મૂત્ર કરવા માટે કોઈ છિદ્રની આશાથી કૂતરાઓ તેના મુખમાં મૂતરે છે. ૩ll
તે અચાનક જ મૂચ્છ પામે છે, ભય પામે છે, ધ્રુજે છે, પૂત્કાર કરે છે. બાળે છે, વમન કરે છે, ખેદ પામે છે, સ્કૂલના પામે છે, દિશાઓને જુએ છે. રડે છે, શ્વાસ લે છે,