________________
સવોથતિઃ ગાથા-૫૫ - પ્રમાદના પાંચ પ્રકાર ૨૭૨ मज्जं विसय कसाया, निद्दा विगहा य पंचमी भणिया। एए पंच पमाया, जीवं पाडेंति संसारे ॥५५॥
व्याख्या - 'मद्यं' मदिरा, उपलक्षणान्मैरेयसरकमांसरसादिपरिग्रहः । किल मद्यमिहलोकेऽपि विडम्बनानिकुरुम्बनिबन्धनम्, तथा च-"मद्यपस्य धिषणा पलायते, दुर्भगस्य वनितेव दूरतः । निन्द्यतां च लभते महोदयां, क्लिश्यते च
– સંબોધોપનિષદ્ - મધ, વિષય, કષાયો, નિદ્રા તથા પંચમી વિકથા આ પાંચ પ્રમાદો કહ્યા છે. જેઓ જીવોને સંસારમાં પાડે છે
પપા (ઉત્તરાધ્યયન નિયુક્તિ ૧૮૦, આરાણાપડાગા ૬૮૮, રત્નસંચય ૩૨૫, દ્વાદશત્રતસ્વરૂપ ૪૩)
મદ્ય = મદિરા. ઉપલક્ષણથી મૈય, સરક, માંસરસ વગેરે લેવા. મદિરા તો આ લોકમાં પણ વિડંબનાના સમૂહનું કારણ છે. કહ્યું પણ છે કે – જેમ દુર્ભાગી પુરુષથી સ્ત્રી દૂરથી જ પલાયન કરી જાય તેમ મદિરાપાન કરનારની બુદ્ધિ પલાયન કરી જાય છે. મદિરા પાન કરનાર ઘણા મોટા અશુભ ફળને આપનાર નિંદા પામે છે. તે નશાને કારણે અનેક આપત્તિઓમાં સપડાય છે અને ક્લેશ પામે છે. તે આપત્તિઓમાંથી તેને કોઈ રીતે તેના વડીલો પોતાના વચનો દ્વારા છોડાવે છે. તેના