________________
ર૬૮ ગાથા-૫૧ - ક્રોધાદિનું પૃથકફળ સવોયસપ્તતિઃ तुंगो मेरु व्व माणनाम फणी । न गणइ दट्ठो जेणं, तणाय संकंदणं पि नरो ॥२॥ दो रसणा कुडिलगई, छलमग्गगवेसणी विसमसीला । केणइ अलद्धमज्झा, माया नामेण वरनागी ॥३॥ तह लोहमहानागो, उग्गविसो घोरफारफुकारो । सायर इव दुप्पूरो, जेण नरो होइ फुसिओ वि ॥४॥ एए ते पावअही, चत्तारि वि कोहमाणमयलोभा । जेहिं सया संतत्तं, जरियमिव
– સંબોધોપનિષદ્ - જીભ યમરાજ જેવી છે. જે મેરુ પર્વત જેવો ઉત્તુંગ છે. આ સર્પ જેને ડંખ મારે, તે મનુષ્ય ઈન્દ્રને ય તૃણ સમાન પણ ગણતો નથી. અર્થાત અત્યંત અભિમાની થઈ જાય છે. રા
માયા નામની ઉત્તમ નાગણ છે, કે જેને બે-જીભ છે, જેની ગતિ કુટિલ છે. જે છળના માર્ગને શોધે છે, જેનું શીલ વિષમ છે, અને જેનું હાર્દ કોઈ પામી શક્યું નથી. [૩]
તથા લોભ નામનો આ મહાનાગ છે કે જેનું વિષ ઉગ્ર છે. જેનો ફત્કાર મોટો અને ભયંકર છે.
આ સર્પ જેને ડંખ મારે તે મનુષ્ય સાગરની જેવો દુષ્પર થાય છે. અર્થાત્ જેમ સાગર હજારો નદીઓથી પણ તૃપ્ત થતો નથી, તેમ તે મનુષ્યને ગમે તેટલું ધન વગેરે મળે તો પણ તે તૃપ્ત થતો નથી. II૪ો (અર્થથી આવશ્યક નિર્યુક્તિ ૧૨૫૩ થી ૧૨૬૧)
ક્રોધ-માન-માયા-લોભ આ ચારે પાપી સર્પ છે કે જેમના