________________
તો સપ્તતિ: ગાથા-૫૧ - ક્રોધાદિનું પૃથફળ ર૬૨ जगं कलयलेइ ॥५॥" एवमभिधाय तेन मुक्ताः । सो तेहिं भीमायारेहिं विसहरेहिं खइओ पडिओ य मुच्छावसओ भूमीए। मउ व्व निच्चिट्ठिओ जाओ । देवेण भणियं- 'ही ही कहं जायं न ट्ठाइ वारिज्जंतो वि' पुव्वभणिया य तेण मित्ता अगए बुहंति ओसहाणि य न किंचि गुणं करंति । पच्छा तस्स सयणवग्गो पाएसु पडिओ भणइ- 'भो सप्पुरिस ! करेहि दयं ।' देवो भणइ-'एवं चेव अहंपि खइओ, जइ एरिसं
– સંબોધોપનિષદ્ – વડે હંમેશા સંતાપ પામેલું આ જગત જાણે તાવગ્રસ્ત હોય તેમ કલકલ કરી રહ્યું છે = સંસારસાગરમાં ઉકળી રહ્યું છે. //પા (આવશ્યકનિયુક્તિ ૧૨૬૨) આમ કહીને તે દેવે ચારે સર્પોને છોડ્યા. તે ભયંકર આકારવાળા સર્પોએ તેને ડંખ માર્યો, અને તે બેભાન થઇને જમીન પર પડ્યો. અને જાણે મરી ગયો હોય, તેમ નિચ્ચેષ્ટ થઈ ગયો. દેવે કહ્યું, “હાય, હાય, આ કેવી રીતે થઈ ગયું. એને કેટલી ના પાડી હતી? તો ય એ ઝાલ્યો ન રહ્યો... દેવે પહેલાથી જેમને કહી રાખ્યું હતું, તે મિત્રો ઔષધોને જાણે છે, (તેનો પ્રયોગ કરે છે.) પણ તેનાથી કોઈ લાભ થતો નથી.
પછી તેનો સ્વજન વર્ગ પગમાં પડીને કહે છે - હે સપુરુષ ! દયા કર. દેવે કહ્યું, “આ રીતે આ સર્પોએ મને પણ ડંખ માર્યો હતો. હવે જો હું કહું છું, એવું આચરણ તે