________________
૨૬૬ ગાથા-૫૧ - ક્રોધાદિનું પૃથક્ફળ લખ્યોતિઃ बहुसो बोहेइ सो न बुज्झइ, ताहे सो देवो अव्वत्तलिंगेण न नज्जए जहेस पव्वइयगो त्ति, जेण से रओहरणउवगरणाइ नत्थि । अन्नया चत्तारि सप्पकरंडए हत्थे गहेऊण तस्स उज्जाणियागयस्स अदूरसामंतेण वीईवयइ, मित्तेहिं से कहियं एस सप्पखेल्लावगो त्ति । गओ तस्स मूलं, पुच्छइ किमेएसु करंडएसु । देवो भणइ सप्पा । गंधव्वनागदत्तो भणइ रमामो तुमं ममच्चएहिं अहं तुहच्चएहिं । देवो तस्सच्चएहिं रमइ खइओवि न मरई । गंधव्वनागदत्तोऽमरिसिओ भणइ अहंपि रमामि तव संतिएहिं सप्पेहिं । देवो भणइ नूणं मरिहिसि जइ
– સંબોધોપનિષદ્ - તેથી તે દેવ અવ્યક્તલિંગથી તેની પાસે આવે છે. જેથી તે પ્રવ્રજિત તરીકે ઓળખાય નહીં, કારણ કે તેની પાસે રજોહરણ, ઉપકરણ વગેરે નથી. અન્ય કાળે નાગદત્ત એક ઉદ્યાનમાં ગયો હતો, ત્યારે તે હાથમાં ચાર સાપના કરંડિયા લઇને નાગદત્તની બહુ દૂર કે બહુ નજીક નહીં એવા માર્ગથી પસાર થાય છે. મિત્રોએ નાગદત્તને કહ્યું કે “આ મદારી છે.” નાગદત્ત તેની પાસે ગયો. તે પૂછે છે કે “આ કરંડિયાઓમાં શું છે?” દેવ કહે છે, “સાપો છે.” ગંધર્વ – નાગદત્તે કહ્યું, “આપણે બંને રમીએ. તું મારા સાપોથી રમ અને હું તારા સાપોથી રમું.” દેવ તેના સાપોથી રમે છે અને સાપો ડખે તો ય મરતો નથી. ગંધર્વનાગદત્તને ગુસ્સો આવ્યો. તેણે કહ્યું કે, “હું પણ તારા સાપોથી રમીશ.” દેવે કહ્યું,