________________
સોળસપ્તતિ: ગાથા-૫૧ - ક્રોધાદિનું પૃથફળ રદ્દ वि कसाओ संसारदुक्खाण कारणं किमु य असेसावि समुइया, एत्थ दिटुंतो- केइ दो संजया संगरं काऊण देवलोगं गया। इओ य एगम्मि नगरे एक्कस्स सेट्ठिस्स भारिया पुत्तनिमित्तं नागदेवयाए उववासेण द्विता । ताए भणियं होही तव पुत्तो देवलोगचुओ त्ति । तेसिमेगो चुओ तीए पुत्तो जातो । नागदत्तो त्ति से गुणनिप्फन्नं नामं कयं । बावत्तरिकलाविसारओ जाओ। गंधव्वं च से अईव पियं तेण गंधव्वनागदत्तो भन्नइ । तओ सो मित्तजणपरिवारिओ सोक्खमणुहवइ । देवो य णं बहुसो
– સંબોધોપનિષદ્ – પણ સંસાર-દુ:ખનું કારણ છે, તો પછી બધા કષાયો સમુદિત હોય, તેની તો શું વાત કરવી ? અહીં દૃષ્ટાન્ત આ પ્રમાણે છે –
કોઈ બે સંયમીઓ પરસ્પર સંકેત કરીને દેવલોકમાં ગયા. આ બાજુ એક નગરમાં એક શ્રેષ્ઠીની પત્ની પુત્ર માટે નાગદેવતાની આરાધના નિમિત્તે ઉપવાસમાં રહી. દેવતાએ કહ્યું કે, “દેવલોકથી ટ્યુત એવો તને પુત્ર થશે.” તે બે દેવોમાંથી એક ઍવીને તેનો પુત્ર થયો. તેનું ગુણનિષ્પન્ન એવું નાગદત્ત’ નામ કર્યું. તે ૭૨ કળાઓમાં વિશારદ થયો. તેને ગંધર્વ – સર્પ ખેલાવણ(?) અત્યંત પ્રિય છે. માટે તે ગંધર્વનાગદત્ત કહેવાય છે. પછી મિત્રજનથી પરિવારિત એવો તે સુખ અનુભવે છે. સંકેત કરેલો દેવ તેને અનેક-અનેક વાર પ્રતિબોધ કરે છે, પણ તે બોધ પામતો નથી.