________________
સોસપ્તતિઃ ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ ૪૮૨
श्रीजिनकुशलसुरद्रोरस्मच्छाखा बभूव सुमनोभिः । राजन्ती शुभफलयुक्, तच्छिष्यास्तत्र महिमधराः ॥१॥ पाठकवरविनयप्रभगुरवो भान्ति स्म यान् सुसौभाग्यान् । उपयेमिरेऽनवद्या, विद्याकन्या वरार्थिन्यः ॥२॥ विद्वत्सभसम्प्राप्तश्रीमज्जयतिलकविजयतिलकाह्वाः । अभिषेकास्तत्पट्टे, जाता मतिजातजितगुरवः ॥३।। जीरापल्लीपार्श्वप्रभावतो धरणभुजगपतिरनिशम् । येषां सन्निहितो कृतसुकृती सान्निध्यमानन्दात् ॥४॥ शिष्याणां च दशाधिकशतं विधाय व्रतेच्छु ये गुरवः । सूरिजिनोदयगुरवे, ददिरे परमोदयनिमित्तम् ॥५॥
- સંબોધોપનિષદ્ જે આ ધૃષ્ટતા કરું છું, તે શ્રુતજ્ઞ પુરુષોએ સંતવ્ય ગણવું, કેમ કે મહાન્ પુરુષો કૃપાળુ હોય છે.
શ્રી જિનકુશલ કલ્પવૃક્ષથી સુમનસ-વિદ્વાન્ રૂપી પુષ્પોથી શોભતી, શુભફળવાળી અમ્હારી શાખા થઈ તેમાં પાઠક વિનયપ્રભ ગુરુ શોભતા હતા, સારા સૌભાગ્યવાળા જેમને વરની અભિલાષિણી નિર્દોષ વિદ્યારૂપી કન્યાઓ પરણી હતી. તેમના પર્ટ પર મતિવૈભવથી બૃહસ્પતિને જીતનાર, વિદ્વાનોની સભામાં જયતિલક પ્રાપ્ત કરનાર વિજયતિલકસૂરિ થયા. જીરાપલ્લી પાર્શ્વપ્રભુના પ્રભાવથી ધરણેન્દ્ર નિરંતર આનંદથી સમીપ રહી જેઓને સાન્નિધ્ય કરતો હતો, વળી ગુરુએ