________________
૪૮૦
ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ सम्बोधसप्ततिः श्रीजिनचन्द्रगुरूणां, तेषां श्रीमद्युगप्रधानानाम् । राज्ये विजयिनि सैषा, वृत्तिर्विदधे विधेयकृते ॥३०॥ वाचकवरगुणविनयैः, श्रीमज्जयसोमपाठकविनेयैः । शुभवल्लीपल्लीपुरि, शशिशरकायेन्दु १६५१ मितवर्षे ॥३१॥ आगमगर्मुनिकषैः, श्रीमज्जयसोमपाठकैर्गुरुभिः । दोषमलोत्सारणतो, विमलेयं व्यधित मतिगुरुभिः ॥३२॥ यदवद्यमनाभोगाद्राभस्याद्वा निबद्धमिह बुद्धैः । विद्वद्भिर्मदनुग्रहबुद्धिभिरादृत्य निर्वास्यम् ॥३३॥ गम्भीरार्थं सूत्रं, मतिरल्पा यत्करोमि धा_मिदम् । तत्क्षम्यं श्रुतविज्ञैर्यतो महान्तः कृपापात्रम् ॥३४॥
- સંબોધોપનિષદ પ્રસાદને મેળવી ત્યાંના સરોવરના માછલાંઓની રક્ષા કરી હતી. તે યુગપ્રધાન શ્રીમદ્ જિનચંદ્ર ગુરુના વિજયવંત રાજ્યમાં અબુધજનો માટે આ વૃત્તિ શ્રી જયસોમ વાચકના શિષ્ય વાચક ગુણવિનયે સુકૃતોની વલ્લીસમાન પાલીપુરમાં સં. ૧૬૫૧ વર્ષે કરી છે. આગમરૂપી ગર્મત = સુવર્ણને પારખવામાં કસોટી સમાન, મતિવડે શ્રેષ્ઠ ગુરુ શ્રી જયસોમ પાઠકે દોષરૂપી મળને દૂર કરવાથી આ વૃત્તિને વિમલ કરી છે. અનાભોગથી ઉપયોગ રહિતપણાથી અથવા સહસા પ્રવૃત્ત થવાથી આ વૃત્તિમાં જે કાંઇ દૂષણ સ્થાપ્યું હોય, તો તે દૂષણને હારા ઉપર અનુગ્રહ બુદ્ધિ રાખી વિદ્વાનોએ આદરથી દૂર કરવું. સૂત્ર ગંભીર અર્થવાળું છે, મતિ અલ્પ છે, છતાં