________________
૪૭૨ ગાથા-૭૫ - પ્રસ્તુત ગ્રંથના પઠનનું ફળ લખ્યોતિઃ मनसि चेतसि विद्यते यस्यासौ संवेगमना यो 'भव्यजीवः' भव्यप्राणी एनां 'सम्बोधसप्तति' संबोधसप्ततिनामानं ग्रन्थं 'पठति' भणति, उपलक्षणत्वात् पाठयति शृणोति च भव्यजीवः, श्रीसहितं यज्जगतश्चतुर्दशरज्ज्वात्मकलोकस्य शेखररूपं स्थानं सिद्धिशिलालक्षणं श्रीजगच्छेखरस्थानम्, तत् 'लभते' प्राप्नोति । एतद्ग्रन्थोक्त-भावभावितमनाः सम्यग्ज्ञानदर्शनचारित्राण्याराध्य मोक्षसुखान्यासा-दयतीति भावः । नात्र ‘सन्देहः, संशयः । पक्षे श्रीजगच्छेखरसूरिणेदं शास्त्रं सन्दृब्धमिति च्छायार्थो बोद्धव्यः I૭I.
સંબોધોપનિષદ્ – જેના મનમાં = ચિત્તમાં છે તે સંવેગમના, એવો જે ભવ્યજીવ = ભવ્યપ્રાણી આ સંબોધસપ્તતિ નામના ગ્રંથને ભણે છે, ઉપલક્ષણથી જે ભણાવે છે અને સાંભળે છે, તે શ્રીથી = જ્ઞાનાદિ લક્ષ્મીથી સહિત એવું જે જગતનું = ચૌદ રજૂ પ્રમાણ લોકનું, શેખરરૂપ = મસ્તકની માળારૂપ સ્થાન = સિદ્ધશિલા = શ્રીજગન્શખરસ્થાન તેને મેળવે છે = પામે છે. અર્થાત આ ગ્રંથમાં કહેલા ભાવોથી ભાવિત થયેલા મનવાળો ભવ્યજીવ સમ્યગૂ જ્ઞાન-દર્શન-ચારિત્રને આરાધીને મોક્ષના સુખો પામે છે. એમાં સંદેહ = સંશય નથી.
પક્ષમાં શ્રીજગશેખરસૂરિજીએ આ શાસ્ત્રનું ગુમ્ફન કર્યું છે એમ છાયાર્થ=શ્લેષથી મળતો અન્ય અર્થ સમજવો. ૭પા