________________
४७३
सम्बोधसप्ततिः ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ
ग्रन्थकारप्रशस्तिः श्रीमन्नागपुरीयाह्व-तपोगण-पङ्कजारुजाः । ज्ञानपीयूषपूर्णाङ्गाः, सूरीन्द्रा जयशेखराः ॥१॥ तेषां पत्कजमधुपाः, सूरयो रत्नशेखराः । सारं सूत्रात् समुद्धृत्य, चक्रुः सम्बोधसप्ततिम् ॥२॥
સંબોધોપનિષદ્
ગ્રન્થકાર પ્રશસ્તિ શ્રી નાગપુરીય નામના તપગચ્છરૂપી કમળ માટે સૂર્ય સમાન અને જ્ઞાનામૃતથી પૂર્ણ એવા શ્રી જયશેખરસૂરીન્દ્રના પદ પંકજને વિષે ભ્રમર સમાન શ્રીરત્નશેખરસૂરીશ્વરજીએ સૂત્રોમાંથી સાર સમુદ્ધત કરીને સંબોધસિત્તરિની રચના કરી.
इति श्रीसम्बोधसप्ततिकाप्रकरणविवरणं कृतं वाचनाचार्यश्रीप्रमोदमाणिक्यगणिशिष्यश्रीअकब्बरसाहिसंसल्लब्धजयश्रीजयसोमोपाध्यायशिष्यवाचनाचार्यश्रीगुणविनयगणिभिः ।
આ રીતે શ્રી સંબોધસપ્તતિકાનું વિવરણ વાચનાચાર્યશ્રી પ્રમોદમાણિજ્યગણિના શિષ્ય શ્રી અકબર બાદશાહની સભામાં જયલક્ષ્મી પામનાર એવા શ્રી જયસોમ ઉપાધ્યાયજીના શિષ્ય વાચનાચાર્ય શ્રી ગુણવિનય ગણિવરે કર્યું છે.