________________
સક્વોથપ્તતિ ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૬૨ पुरिसत्ताइहिं तहवि चंचलचित्तो चेव । अण्णया आसाढचाउमासए सव्वओ पोसहं काऊण असणाइपरिहारेण अव्वावारा ठिया छट्ठभत्तेणं वोलीणो चाउम्मासयवासरो । समोगाढाए रयणीए किंचि विपरिणयं नाऊण करेणुदत्तं कुलदेवया जिणधम्माओ भंसिउकामा एवं भणिउमाढत्ता, जइ न भंससि सीलव्वयाइं तो ते जेट्टपुत्तं नवरं वड्डे काऊण दिवाबलिं करेमि । एवं सुणिय परिवडियसमभावो कट्टविट्ठरं गहाय तं पइ धाविओ करेणुदत्तो । उवसंतो उवसग्गो तहवि घराभिमुहं पत्थिओ । वारिओ पुरिसदत्ताईहिं, मा पोसहं सव्वहा
– સંબોધોપનિષદ્ - કર્યો. તો ય તે ચંચળ મનવાળો જ રહ્યો.
અન્ય કાળે અષાઢ મહિનામાં ચૌમાસી ચૌદશના દિવસે સર્વતઃ પૌષધ કરીને અશન વગેરેના પરિહારપૂર્વક તેઓ વ્યાપારરહિતપણે રહ્યા. ચૌમાસી ચૌદશનો દિવસ છઠ તપ કરવા દ્વારા પસાર કર્યો. કરેણુદત્તની કુલદેવતાએ જાણ્યું કે તે થોડો વિપરિણત છે, તેથી તેને જિનધર્મથી ભ્રષ્ટ કરવા માટે મધ્યરાતે એમ કહેવા લાગી કે “જો તું શીલવ્રતોને નહીં છોડે, તો તારા મોટા દીકરાના કટકા કરીને તેને દિશાઓમાં બલિરૂપ કરીશ.” આ સાંભળીને કરેણુદત્તનો સમભાવ જતો રહ્યો અને તે લાકડાનું આસન લઈને તેના તરફ દોડ્યો. ઉપસર્ગ તો શાંત થઈ ગયો. તો પણ કરેણુદત્ત ઘર તરફ જવા લાગ્યો.