________________
४६२
ગાથા-૭૪ - પૌષધનું ફળ
सम्बोधसप्ततिः ॥१०॥ गहियासणा निसण्णा, धम्मवियारं करेउमाढत्ता । गीयत्था मज्झत्था, अण्णोण्णसमागमे मुइया ॥ ११ ॥ तत्तत्थकयवियारा, देवगुणुक्कित्तणं करेऊण । साहुगुणे वण्णित्ता, भणिया वरदत्तसड्ढे ||१२|| अइयारसत्थजज्जरियचरणपुरिसा निरंकुसा થદ્ધા | તુરીય ∞ તુરિયવારી, વત્થરીરેસુ સવિમૂસા ।।।। कलहकरा डमरकरा, माइल्ला रोसिणो तिदंडिल्ला । साहू સંબોધોપનિષદ્ - એવું ધર્માનુષ્ઠાન કરે છે. મંડપમાં મળીને તેઓ પરસ્પર વંદન (?) કરે છે. ૧૦ના
શ્રાવકો આસન લઇને તેના પર બેઠા છે. તેઓ ધર્મની વિચારણા કરવામાં આદરવાળા છે. તેઓને પરસ્પરના સમાગમથી આનંદ થયો છે. તેઓ ગીતાર્થ=સૂત્ર અને અર્થના જાણકાર છે. તથા મધ્યસ્થ = સમભાવના ધારક છે. ।।૧૧।।
તે શ્રાવકોએ તત્ત્વાર્થનો વિચાર કર્યો. પછી વરદત્ત નામના શ્રાવકે ભગવાનના ગુણગાન કરીને, તથા મુનિઓના ગુણોનું વર્ણન કરીને તે શ્રાવકોને કહ્યું, ॥૧૨॥ “હે શ્રાવક ! વર્તમાનમાં સાધુઓનું ચારિત્ર શિથિલ છે = તેમનો ચારિત્રરૂપી પુરુષ અતિચારરૂપી શસ્ત્રથી જર્જરિત છે. તેઓ નિરંકુશ અને અક્કડ છે. તેઓ ઘોડાની જેમ શીઘ્રગતિથી ચાલે છે. તેઓ વસ્ત્ર અને શરીરથી વિભૂષાવાળા છે. I॥૧૩॥ તેઓ કલહ અને તોફાન કરનારા છે. માયાવી, ક્રોધી અને અપ્રશસ્ત મન-વચન-કાયાની પ્રવૃત્તિવાળા છે. એવા સાધુઓનો ધર્મ