________________
सम्बोधसप्ततिः ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૬ लग्गा परलोयमग्गंमि ॥६॥ तरुणा गुणंति वरपगरणाणि संवेगवुड्डिजणगाणि । गडगडस्स गंभीरमज्झपसद्देण संमिलिया ॥७॥ पलियसिरगलियदसणावलिवलियपिणद्धकंपिरसरीरा । निदाए ढुलुढुलंता, वुड्डा ढालिति मणयालि ॥८॥ अइघट्ठमट्ठनिम्मलमंडवतलभित्तिभागसंकंता । नजंति इह भवे च्चिय, वुड्डा तरुणत्तणं पत्ता ॥९॥ नियभूमिगाणुरूवं, सड्ढा सव्वे वि धम्मणुट्ठाणं । मंडवतलंमि मिलिया, वंदोविदि अह कुणंति
– સંબોધોપનિષદ્ - છે. અન્યોએ કાયોત્સર્ગ કર્યો છે. આ રીતે તે લોકો પરલોકના માર્ગમાં લાગેલા છે. મેંદી
તરુણ શ્રાવકો ભેગા થઈને ગંભીર મધ્યપ (મધ્યમ ?) એવા ગડગડ નાદ કરતાં શબ્દથી સંવેગની વૃદ્ધિ કરનારા ઉત્તમ પ્રકરણોનું ગુણન કરે છે. શા
ધોળા વાળવાળા માથા, દાંતો વગરના મુખો, કરચલીઓથી જાણે બંધાયેલા અને ધ્રુજતા શરીરવાળા, નિદ્રાથી ઢળી પડતા વૃદ્ધો મદનની શ્રેણિ (= એક પ્રકારના આલિંગનની હારમાળા ?) ઢાળે છે (પરસ્પર કરે છે ?) IIટા મંડપના તળિયા અને દીવાલો અત્યંત ધૃષ્ટ, મૃષ્ટ (= સાફ કરેલી) અને નિર્મળ છે, તેમાં વૃદ્ધોના પ્રતિબિંબો પડે છે, તેથી એવું લાગે છે કે જાણે વૃદ્ધો આ જ ભવમાં યુવાન થઈ ગયાં હોય.
મંડપમાં મળેલા સર્વ શ્રાવકો પોતાની ભૂમિકાને અનુરૂપ