________________
૨૬ર ગાથા-૫૧ - ક્રોધાદિનું પૃથફળ લખ્યોતિઃ प्रेम्णो जलाञ्जलिर्दत्त एव क्रोधान्धवचनतस्तदुच्छेददर्शनात् । तथा 'मानः' अहङ्कारः, विनीयतेऽपनीयते विलीयते वाऽष्टप्रकारं कर्मानेनेति विनयोऽभ्युत्थानादिक उपचारस्तं नाशयतीति विनयनाशनः, मानगजेन्द्रारूढो हि जन्तुविनयं भनक्ति, अवलिप्तेन मूर्खतया तदकरणोपलब्धेः । तथा 'माया' शाठ्यं मित्राणि नाशयति, कौटिल्यवतस्तत्त्यागदर्शनात् । मैत्रीकपटभावयोश्च छायातपयोरिव विरोधः, उक्तं च-"शाठ्येन मित्रं कलुषेण धर्मं, परोपतापेन समृद्धिभावम् । सुखेन विद्यां परुषेण नारी,
– સંબોધોપનિષદ્ જલાંજલિ આપી જ છે. કારણ કે ક્રોધથી આંધળી બનેલી વ્યક્તિના વચનથી પ્રેમનો ઉચ્છેદ થતો હોય, એવું દેખાય છે. તથા માન = અહંકાર. જેના વડે આઠ પ્રકારના કર્મને દૂર કરાય અથવા તો વિલીન કરાય તે વિનય = અભ્યસ્થાન વગેરે રૂપ ઉપચાર. તેનો નાશ કરે છે = વિનયનાશન છે. જે જીવ અભિમાનરૂપી ગજેન્દ્ર પર આરુઢ થાય છે, તે વિનયનો ભંગ કરે છે. કારણ કે એવું જણાય છે કે જે અહંકારી હોય, તે મૂર્ખ હોવાથી વિનય કરતો નથી.
તથા માયા = શઠતા મિત્રોનો વિનાશ કરે છે. કારણ કે જે કુટિલતા ધરાવતો હોય, તેનો મિત્ર ત્યાગ કરે છે, એવું દેખાય છે. મૈત્રી અને કપટભાવનો તડકા-છાયા જેવો વિરોધ છે. કહ્યું પણ છે કે – જેઓ શઠતાથી મિત્રને, પાપથી ધર્મને પરોપતાપથી સમૃદ્ધિભાવને, સુખથી વિદ્યાને, કઠોરતાથી સ્ત્રીને