________________
ગાથા-૭૪ - પૌષધનું ફળ
सम्बोधसप्ततिः
|
T
फलतंबोलाइणा । निवेसिओ ताण समक्खं पुरिसदत्तकरेणुदत्तेहिं निययजेट्ठपुत्ताण कुटुंबभारो । भणिया य तेहिं पुत्ता, न अम्हे सावज्जघरकम्माणि कुणंतेहिं पुच्छियव्वा । न यावि अम्हनिमित्तं आहारपागो कायव्वो । पारणगे कुडुंबकए चेव उक्खडावियं अम्हेहिं भोत्तव्वं ति भणिऊण सहिसयणसहिया महामहूसवेण पविट्ठा पोसहसालं पुरिसदत्तकरेणुदत्ता । धवलविमला पवड्ढमाणसुहपरिणामा सज्झायज्झाणवावडा पडिक्कमणसामाइयपोसहाइभावणुट्ठाणपरिपालणपरायणा चउत्थछट्ठट्ठमाइ तवोकम्मं काऊण સંબોધોપનિષદ્
४५८
તેમને જમાડ્યા. મોટા મંડપમાં તેમને આપેલા આસનો પર તે બધા બેઠા. પુષ્પ-તાંબૂલ વગેરે દ્વારા તેમનું સન્માન કર્યું.
તેમની સમક્ષ પુરુષદત્ત અને કરેણુદત્તે પોતાના મોટા દીકરાઓને કુટુંબની જવાબદારી સોંપી. અને તેમણે પોતાના પુત્રોને કહ્યું કે, “ઘરના સાવઘ કાર્યો કરતા તમારે અમને પૂછવું નહીં. અને અમારા માટે રસોઇ રાંધવી નહીં. અમે પારણામાં કુટુંબ માટે બનાવેલો આહાર જ જમશું.” એમ કહીને મિત્ર-સ્વજનોની સાથે મોટા મહોત્સવસહિત પુરુષદત્ત અને કરેણુદત્ત પૌષધશાળામાં પ્રવેશ્યા.
ધવલ અને વિમલના પણ શુભ ભાવો ખૂબ વૃદ્ધિ પામે છે. તેઓ સ્વાધ્યાય-ધ્યાનમાં પ્રવૃત્ત થાય છે. પ્રતિક્રમણ, સામાયિક, પૌષધ વગેરે ભાવાનુષ્ઠાન કરવામાં પરાયણ થાય