________________
સવોસપ્તતિ: ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૨ पारणगदिणे पारियपोसहसामइया घरे गंतूण कुटुंबट्ठा कयं कयसाहुसंविभागा आहारमाहरेंति । पुणो वि पोसहसालं गंतूण पडिक्कमिय गमणागमणे धम्मज्झाणरया वासरमइवाहिति । एवं दट्ठण ताण कुसलाणुट्ठाणं समागच्छंति अणेगे सावया पोसहसालाए । कुणंति भूमिगाणुरूवं धम्माणुट्ठाणं । पज्जुवासिंति जइजणं । सुणंति तयंतिए सिद्धतं । भाविति तयत्थं । कुणंति तयणुसारेण धम्माणुट्ठाणं, तं जहा-नायागयएसणिज्जआहारवत्थपाएहिं । ओसहभेसज्जेहिं, सेज्जासंथारएहिं वा ॥१॥
- સંબોધોપનિષદ્ - છે. ઉપવાસ, છઠ, અઠમ વગેરે તપશ્ચર્યા કરીને, પારણાના દિવસે પૌષધ-સામાયિક પારીને, ઘરે જઈને, કુટુંબ માટે બનાવેલા ભોજનમાંથી સાધુ સંવિભાગ કરીને = મુનિ ભગવંતોને વહોરાવીને, આહાર કરે છે.
ફરીથી પૌષધશાળામાં જઈને, ગમણાગમણે પડિક્કમીને, ધર્મધ્યાનમાં તત્પર થઈને દિવસ પસાર કરે છે. આ રીતે તેમનું પુણ્યાનુષ્ઠાન જોઈને અનેક શ્રાવકો પૌષધશાળામાં આવે છે, અને પોતપોતાની ભૂમિકાને અનુરૂપ એવું ધર્માનુષ્ઠાન કરે છે. મુનિ ભગવંતોની પર્યાપાસના કરે છે. તેમની પાસે શાસ્ત્રશ્રવણ કરે છે. તેના અર્થનું પરિભાવન કરે છે. તેના અનુસારે ધર્માનુષ્ઠાન કરે છે. તે આ પ્રમાણે - નીતિથી મેળવેલ એષણીય એવા આહાર-વસ્ત્ર-પાત્રથી, ઔષધભેષજથી (ઔષધ = એક દ્રવ્યમાંથી બનાવેલી દવા, ભેષજ