________________
૪૧૬ ગાથા-૭૪ - પૌષધનું ફળ લખ્યોતિઃ कम्मंतरं । दिज्जइ भणियसमहियं वित्तियगाण वेयणं । विच्चयंति दविणजायं पुरिसदत्तकरेणुदत्ता । करिंति कम्मंतरे चिंतणं धवलविमला । थेवकालेण चेव निम्माया पोसहसाला । सा य करेसी-"सुसिलिट्ठलट्ठकठेहिं रेहिरा सरलसारबहुथंभा । ठाणट्ठाणनिवेसियवरघोडुल्लयसमाइण्णा ॥१॥ पवरोवरगसणाहा, निबिडकवाडा निवायगुणकलिया । विमलविसालमणोहरवर मंडवमंडिया रम्मा ॥२॥ रम्मत्तणओ जीए, पलोयणत्थं समागया
– સંબોધોપનિષદ્ બનાવવાનું શરૂ કર્યું.
કારીગરોને જે વેતન આપવાનું નક્કી કર્યું હોય, તેના કરતા પણ સારું એવું વધારે વેતન અપાય છે. પુરુષદત્ત અને કરેણુદત્ત ઉદારદિલે ધનનો ત્યાગ (વ્યય) કરે છે. ધવલ અને વિમલ તે કાર્યની દેખરેખ રાખે છે. - આ રીતે થોડા જ સમયમાં પૌષધશાળા બની ગઈ. (અહીં મૂળમાં કરેલી પાઠ છે, તેના સ્થાને કેરિસી પાઠ ઉચિત જણાય છે.) તે પૌષધશાળા કેવી છે ? - સુશ્લિષ્ટ અને સુંદર એવા કાષ્ઠોથી શોભાયમાન છે. સરળ અને સારભૂત એવા થાંભલાવાળી છે. સ્થાને-સ્થાને રાખેલા ઉત્તમ ઘોડાઓ(ખાનાવાળા કબાટો)થી સમાકર્ણ છે. તેના ઉત્તમ એવા ઉપરના માળથી યુક્ત છે, દઢ દરવાજાવાળી છે. ઠંડીની ઋતુમાં પવનરહિત થઈ શકે, ઈત્યાદિ ગુણથી યુક્ત છે. નિર્મળ, વિશાળ, મનોહર એવા મંડપથી મંડિત છે, રમણીય